એકતરફ ઘરમાં લક્ષ્મી સ્વરૂપ દીકરીના પગલા પડ્યા, ને બીજીબાજુ પિતા સહીત દાદા-દાદીની નીકળી અંતિમયાત્રા

291
Published on: 11:12 am, Sat, 8 January 22

આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે જેમાં ક્યારેક એક સાથે આખો પરિવાર પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ એવી જ એક રુવાડા બેઠા કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં એકસાથે પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના રાજસમંદ જિલ્લા રેલમગરા વિસ્તારમાં રહેતા એક પિરવારના ઘરમાં થોડા દિવસો પહેલા જ કિલકારીઓ ગુંજી હતી. પરંતુ, હવે આ પરિવારમાં માતમની ચીસો સંભળાઈ રહી છે. માત્ર 9 દિવસ પહેલા જ એક બાળકીનો જન્મ થયો હતો અને પરિવારના ત્રણ લોકોનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. દુઃખની વાત એ છે કે, પોતાની દીકરીનો ચહેરો પિતાએ જોયો પણ નહોતો એ પહેલા જ તેમને દુનિયાને અલવિદા કહી દીધું.

જયારે એક સાથે ત્રણ ત્રણ અર્થીઓ નીકળી ત્યારે આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડ્યું હતું. એટલું જ નહિ કોઈના ઘરે ચૂલો પણ નહોતો સળગ્યો. મળતી માહિતી મુજબ, અમરાપુરમાં રહેવા વાળા દેવીલાલ ગાડરી પોતાના પીતા પ્રાપ્ત ગાડરીની સ્રર્વર કરાવીને જયપુરથી પરત ફરી રહ્યા હતા. સાથે તેમની માતા સોહની અને એક સંબંધી હતા. આ દરમિયાન, ગયા મંગળવારની રાત્રે ભીલવાડા જિલ્લાના રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની કારને ટ્રકે ટક્કર મારી દીધી. જેમાં મા-પિતા, દીકરા અને સંબંધી સહીત 4 લોકોના મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૃતકના ઘરની બહાર ગામ લોકોની ભીડ ભેગી થઇ ગઈ. પરિવારના મોટા દીકરા કિશનલાલે માતા-પિતા અને નાના ભાઈને મુખાગ્નિ આપી હતી. મૃતક પ્રતાપ ગાડરીના પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. 10 દિવસ પહેલા જ પત્ની, દીકરા અને અન્ય સંબંધી સાથે જયપુરમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા.

જાણવા મળ્યું છે કે, જયપુરથી ઓપરેશન કરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. ગામ લોકોએ જણાવ્યું કે, દેવીલાલ ગાડરીની પત્નીએ 9 દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ દેવીલાલ તેના પિતાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો અને તેને પોતાની દીકરીનું મોઢું પણ નહોતું જોયું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…