સુરતના 19 વર્ષીય આ યુવકનો એક હાથ ન હોવા છતા સ્વીમિંગમાં છે ચેમ્પિયન, જાણો તેની સંઘર્ષથી સફળતા સુધીની કહાની 

180
Published on: 5:47 pm, Mon, 27 June 22

સુરત: જે લોકોના મન મક્કમ હોય છે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં સફળતા મેળવીને જ રાહે છે. હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ધો 11 માં અભ્યાસ કરતો વિષ્ણુ દિવ્યાંગ હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સિદ્ધિ સ્વીમીંગ ક્ષેત્રે પ્રાપ્ત કરી છે. વિષ્ણુએ હાર ન માની નેશનલ સ્વીમીંગ કક્ષામાં 3 ગોલ્ડ મેડલ મેળવી પોતાનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. અન્ય દિવ્યાંગ લોકો માટે આ ખરેખર પ્રેરણાદાયી કિસ્સો છે.

મળતી માહિતી અનુસાર, 19 વર્ષના વિષ્ણુ રાણા સુરતના ઉધના ભાઠેના વિસ્તારનો રહેવાસી છે. તેણે કેન્સરના કારણે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. વિષ્ણુ સાથે આકસ્મિક રીતે જ આ ઘટના બની હતી, પરંતુ નાસીપાસ થવાને બદલે વિષ્ણુએ જીવનમાં પોઝિટિવિટી સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે તેણે એક જ હાથથી કામ કરવાનુ શરૂ કર્યું. પછી તેણે વિચાર્યુ કે, દિવ્યાંગ હોય તો શું સ્પોર્ટસ પણ ન કરી શકે. તેથી તેણે સ્વીમિંગ શરૂ કર્યું.

તેમાં સખત મહેનત તેમજ સતત પ્રેક્ટિસથી તેની ફાવટ એવી આવી ગઈ કે, હવે તો સામાન્ય લોકોને પણ સ્વિમિંગમાં પાછળ છોડી દે છે. જયારે ઘણા લોકો બંને હાથ-પગ સહી સલામત હોવા છતાં પણ યોગ્ય રીતે સ્વીમિંગ કરી શક્તા નથી, ત્યારે વિષ્ણુ રાણાને એક હાથથી પણ ખૂબ જ સરળતાથી સ્વિમિંગ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે.

આ અંગે વિષ્ણુ રાણાએ જણાવ્યું હતું કે, તે ફક્ત દસ વર્ષનો હતો, ત્યારે વરસાદના કારણે પડી ગયો હતો. જમણા હાથમાં ફ્રેક્ચર થતા દોઢ મહિનો પાટો રાખ્યો હતો. જોકે ત્યારે, એક નોર્મલ ગાંઠ પણ નીકળી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, બધુ નોર્મલ થઈ જશે. પરંતુ બાદમા મારો હાથ ફૂલવા લાગ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે કેન્સરની ગાંઠ છે.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, બે ગાંઠ કાઢ્યા બાદ ફરીથી ગાંઠ થઈ હતી. જેને લઈને હાથ કાપવો પડ્યો હતો. શરૂઆતના થોડો સમય તકલીફ પડી હતી. પરંતુ બાદમાં ટેવાઈ ગયો હતો. હવે તો હું મોટાભાગના કામ જાતે કામ કરી લઉં છે. 19 વર્ષની ઉંમરમાં વિષ્ણુ રાણાની ત્રણ વાર સર્જરી થઈ છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી તે ઈચ્છે છે કે, જો રાજ્ય સરકાર મદદ કરે તો ઇન્ટરનેશનલ કક્ષાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લાવવા ઈચ્છા પણ ધરાવે છે. વિષ્ણુએ પોતાના અડગ મનના કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. જે ખરેખર દરેક લોકો માટે પ્રેરણારૂપ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…