આવો દોસ્ત બધાને મળે! પોતાના હનીમૂનમાં મિત્રોને પણ સાથે લઇ જવા કરી જીદ- મંગેતરને ખબર પડતા…

109
Published on: 12:46 pm, Sun, 19 December 21

નવ-પરિણીત યુગલ માટે, હનીમૂનનો અર્થ ફક્ત નવી જગ્યાએ મુસાફરી કરવાનો નથી, પરંતુ તે સમય છે જ્યારે દંપતી એકબીજાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરે છે. સાથે સમય વિતાવો અને માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ એકબીજાની નજીક આવે છે. તેથી, હનીમૂન પ્રસંગે, કુટુંબ અથવા અન્ય લોકો સાથે જતા નથી, બંને પોતે એકબીજાના સાથી તરીકે મુસાફરી કરે છે. પરંતુ હાલ એક વ્યક્તિએ તેના હનીમૂન પહેલા, તેના મિત્રોને તેની સાથે હનીમુન પર આવવા આમંત્રણ આપ્યું હતું.

હાલમાં જ સોશિયલ મીડિયા સાઇટ Reddit પર એક વ્યક્તિએ એક ખૂબ જ વિચિત્ર વાત કહી, જેના પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેના લગ્નને 7 મહિના બાકી હતા ત્યારે તેણે અને તેની ભાવિ પત્નીએ હનીમૂન પર જવાની જગ્યાનું પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું. બંનેએ જગ્યા નક્કી કરી અને પછી આ વ્યક્તિએ તેના મિત્રોને પણ તેના હનીમુન અંગે વાત કરી હતી. અને તેના મિત્રોએ તેમના હનીમુન પર સાથે આવવા વાત કરી હતી.

આ વ્યક્તિને તેના મિત્રોની વાત એટલી દિલ પર લાગી ગઈ કે, દરેક મિત્રોને સાથે આવવા માટે આમંત્રણ આપી દીધું હતું. બાદમાં જ્યારે તેણે તેની મંગેતરને આ વાત કહી ત્યારે, છોકરીનો બાટલો ફાટી ગયો હતો. છોકરી આ વ્યક્તિ પર ગુસ્સે થઇ ગઈ હતી અને દુનિયાનો સૌથી મુર્ખ વ્યક્તિ કહ્યો હતો. તેમછતાં આ વ્યક્તિએ તેની ફિયાંસીને સમજાવવાની ઘણી કોશીશ કરી હતી. તેને જણાવતા કહ્યું કે, જો તેના મિત્રો સાથે આવશે, તો આ સફર કેવી યાદગાર બની જશે.

આ વ્યક્તિએ તેની આ વાત રેડિટ ઉપર શેર પણ કરી હતી, અને લોકોને જણાવતા કહ્યું હતું કે, ‘મને કોઈ સલાહ આપો કે, મારી મંગેતરને કેવી રીતે મનાવું?’ લોકોએ અજીબો ગરીબ કિસ્સો સાંભળી આ વ્યક્તિને ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. કોઈએ જણાવતા કહ્યું હતું કે, ‘ફ્રેન્ડસ અને હનીમુનમાં ઘણું અંતર છે. મિત્રોને પોતાના હનીમુન પર ના લઇ જવાના હોય.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…