લગ્ન પછી કેટરીના કૈફ રસોડામાં રસોઈ બનાવતી અને વાસણ ઘસતી જોવા મળી- જુઓ વાયરલ વિડીયો

212
Published on: 7:26 pm, Tue, 11 January 22

બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન બાદ હવે આ કપલની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ વિકી અને કેટરીનાના લગ્નને એક મહિનો પૂરો થયો છે. લગ્નની એક મહિનાની વર્ષગાંઠ પર, વિકી અને કેટરીનાએ એકબીજાને શુભેચ્છા પાઠવતા ખાસ તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારથી, ચાહકો એક પછી એક આ કપલની જબરદસ્ત તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ વિડીયોમાં કેટરિના કૈફ ઘરનું કામ કરતી અને વિકી કૌશલ માખણ સાથે પરાઠા ખાતા વીડિયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

તમને જણાવી દઈએ કે, આ વિકી કૌશલ અને કેટરીના કૈફની લેટેસ્ટ કે લગ્ન પછીની તસવીરો અને વીડિયો નથી પરંતુ જૂના છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, કેટરિના કૈફએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે ઘરના કામકાજ કરતી તમામ તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જે હવે તેના ચાહકો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ વાયરલ વીડિયોમાં કેટરિના કૈફ રસોડામાં વાસણ ધોતી, રસોઈ બનાવતી અને ઘર સાફ કરતી જોવા મળે છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક મહિનો પૂરો થઈ ગયો છે. તો વિકી અને કેટરીનાએ સોશિયલ મીડિયા પર એકબીજાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. છેલ્લા મહિનામાં બંનેના લગ્નના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. આ લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના આલીશાન પેલેસમાં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

આજે પણ આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પ્રથમ મહિનાની વર્ષગાંઠના અવસર પર, કેટરીના કૈફે એક રોમેન્ટિક ફોટો શેર કરીને પતિ વિકી કૌશલને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…