ગ્રીષ્મા હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક: ગળું કાપીને કરવામાં આવેલ હત્યાનો વિડીયો ખોટો હતો? – FSL રીપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

634
Published on: 1:25 pm, Fri, 25 March 22

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર દેશના લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. હત્યા કેસનો આરોપી ફેનીલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. હાલ પોલીસ સમગ્ર મામલાની યુધ્ધના ધોરણે તપાસ કરી રહી છે. હાલમાં ગુજરાતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ અંગે ચારેકોર આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના મારા ગળું કાપીને નિર્દય હત્યા કરીને 21 વર્ષીય યુવતીનું મોત નીપજાવી દીધું હતું.

પોલીસ કસ્ટડી દરમ્યાન ફેનીલ ગોયાણી સામે ન્યાયિક કાર્યવાહીમાં દરમિયાન બે FSL અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી. જોકે, કોર્ટનો સમય પૂરો થતાં આજે દલીલો હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીષ્માની હત્યાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હતો અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હતો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી ન હતી.

વધુ એક વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો:
કોર્ટમાં ગઈકાલે ટ્રાયલ દરમિયાન ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં ગ્રીષ્મા ફેનીલના હાથમાંથી છુટવાની કોશિશ કરી રહી હતી. લોકો પણ છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના?
12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો  હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…