લગ્ન પછી પહેલીવાર વિકી-કેટરીનાનો હોટલ વિડીયો થયો વાયરલ, જોઇને ફેન્સ બોલ્યા- ‘6 લાખનું ટોઇલેટ…’

398
Published on: 10:38 am, Wed, 22 December 21

આપણે બધા જાણીએ છીએ કે, કેટરિના અને વિકી કૌશલે તાજેતરમાં લગ્ન કર્યા હતા, બંનેના ઘણા ફોટા સોસિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, લગ્ન બાદ ચાહકોએ તે બંનેને અભિનંદન આપ્યા હતા અને હવે તે બંનેને વધુ એક મોટું સરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું. જે વિકી કૌશલના પિતરાઈ ભાઈએ આપી છે, તો ચાલો જણાવીએ કે આખરે શું હતી એ સરપ્રાઈઝ?

વાસ્તવમાં વિકીની કઝીન અનુપના અને તેના પતિએ યુટ્યુબ પર એક બ્લોગ વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેમના લગ્નના ડેકોરેશન બતાવવામાં આવ્યું છે, જેને જોઈને વિકી કૌશલ અને કેટરીના આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વાયરલ થયેલ આ વીડિયો ગેસ્ટ રૂમના ટોયલેટથી શરૂ થાય છે. જ્યાં અનુપમાના પતિ અરુણેન્દ્રએ ટોયલેટ સીટની કિંમત 6 લાખ જણાવીને બધાને ચોંકાવી દીધા હતા. કહેવાય છે કે, તે મોશન સેન્સરવાળી ટોઇલેટ સીટ છે. જેને સ્પર્શ કરવાની પણ જરૂર પડતી નથી. વીડિયોમાં અરુણ મજાકમાં કહે છે કે જ્યારે અનુપાને તેની કિંમત સર્ચ કરી તો ખબર પડી કે તે 1,2 નહીં પરંતુ 6 લાખ રૂપિયા છે.

લગ્ન દરમિયાન આ કપલે લોકોને રાજા-મહારાજાની અનુભૂતિ કરાવવા માટે એવી રીતે ગોઠવણ કરી હતી કે, લોકોને તેને જોઇને દંગ રહી ગયા હતા. તમે તેના પરથી અંદાજ લગાવી શકો છો કે, અહીં બેડરૂમ, લિવિંગ રૂમમાં બધું જ હાજર હતું. લાકડાની સજાવટ અને બહારનો નજારો હ્રદયસ્પર્શી હતો. ચેન્જિંગ રૂમ હોય કે રૂમની અંદર ડાઇનિંગ એરિયા, બધું જ અદ્ભુત હતું, જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

વીડિયોમાં અનુપનાએ એ પણ જણાવ્યું છે કે, તેના પતિ અરુણે પણ લગ્નના દિવસે એક સ્પિચ આપી હતી, જે સ્પીચ વિકી અને કેટને પણ ખુબ જ પસંદ આવી હતી. આ વીડિયોમાં પતિ-પત્ની બંને ખૂબ જ મસ્તીભર્યા અને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તેમજ તેણે વધુમાં જણાવ્યું છે કે કેવી રીતે લગ્નમાં બધું પરફેક્ટ રીતે થયું હતું અને સાથે જ કહ્યું કે તે લગ્ન સાથે જોડાયેલી વધુ વસ્તુઓ પણ દર્શકો સાથે શેર કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…