ઝડપની મજા, દર્દનાક મોતમાં પરિણમી… વીજપોલ સાથે અથડાઈ ઓવર સ્પીડ કાર અને થયો ભયંકર બ્લાસ્ટ

Published on: 10:01 am, Wed, 29 March 23

હરિયાણાના ફરીદાબાદમાં એક ઝડપી કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ કારમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગ્યા બાદ કારમાં સવાર ત્રણેય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ભયાનક અકસ્માત સોમવારે મોડી રાત્રે સૈનિક ફાર્મ હાઉસની સામે બલ્લભગઢ મલેના રોડ પર થયો હતો. ભીષણ આગના કારણે કાર સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફરીદાબાદ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિશાંત (25), તેનો મિત્ર ભરત અને રૂપેશ સેક્ટર 65થી બલ્લભગઢ મલેના રોડ તરફ કારમાં બેસીને આવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારની સ્પીડ ખૂબ જ વધારે હતી જેના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.

અથડામણ બાદ કારમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. જોકે, આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોએ અકસ્માત થતાં જ કારમાં સવાર ત્રણેય યુવકોને બહાર કાઢ્યા હતા, જેમાં નિશાંતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ભરત અને રૂપેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સમગ્ર ઘટના વિષે પોલીસને જન થતાની સાથે જ તરતજ ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે જ સમયે, મૃતક નિશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…