હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વીર જવાનનો દીકરો પણ આપી રહ્યો છે આર્મીમાં સેવા

143
Published on: 12:40 pm, Mon, 13 December 21

સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર હવલદાર સતપાલ રાય (Satpal Rai) પણ સામેલ હતા. રવિવાર 12 ડિસેમ્બરે પૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા. સતપાલ બિપિન રાવત (CDS Bipin Rawat) ની સુરક્ષામાંના 10 સૈનિકો માંથી એક હતા.

હેકૉપ્ટર ક્રેશમાં ઘણા એવા મૃતદેહ હતા, કે જેમની ઓળખ કરવી ખુજ મુશ્કેલ હતી. જેના કારણે DNA ટેસ્ટ લઈને તેમની ઓળખ કરવામાં આવી હતી. શહીદ સતપાલના શવની ઓળખ માટે પણ શનિવારના રોજ દિલ્હી સેનાની હોસ્પીટલમાં DNA ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આઠ ડીસેમ્બરના રોહ સતપાલ રાયનો મૃતદેહ તેમના પરિવાર પક્ષીમ બંગાળમાં પહોચાડવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને જોઇને પરિવારજનોની આંખો ભીની થઇ ગઈ હતી.

શહીદ સતપાલ રાયના 22 વર્ષીય પુત્ર બિકલ રાય કહે છે, “મારા પિતા સાથે છેલ્લી મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ હેલિકોપ્ટરમાં હતા. પછી મેં વિચાર્યું ન હતું કે આ તેમની સાથેની છેલ્લી વાત હશે” બિકલ પણ તેના બહાદુર પિતાના પગલે ચાલીને 5/11 ગોરખા રાઇફલ્સ (5/11 Gorkha Rifle) હેઠળ ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેના પિતા સતપાલ પણ 21 વર્ષ સુધી આમાં સેવા આપતા રહ્યા હતા.

બિકલ રાય હાલમાં દિલ્હીમાં તૈનાત છે. તેના પિતા પણ લગભગ 15 મિનિટના અંતરે દિલ્હીમાં રહેતા હતા, જોકે, બંને પિતા અને પુત્ર તેમના કામ પ્રત્યે એટલા પ્રતિબદ્ધ હતા કે તેઓ ભાગ્યે જ એકબીજાને મળતા. આ બંને માટે કામ અને દેશની સેવા પ્રાથમિકતા હતી. બંનેની છેલ્લી મુલાકાત 3 ડિસેમ્બરે થઈ હતી. બિકલ તેના પિતા જેટલો બહાદુર છે. તેણે કહ્યું કે તે પણ તેના પિતાની જેમ દેશની સેવા કરશે.

સતપાલની શહાદત પર તેમની પત્ની મંદિરા પણ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે પુત્ર કહેતો હતો કે “તે તેના પિતાના પાર્થિવ દેહની રાહ જોશે, ભલે ગમે તેટલું મોડું થાય.” વાસ્તવમાં સતપાલનો મૃતદેહ ઓળખ માટે ડીએનએ ટેસ્ટ માટે ગયો હતો. સતપાલના 68 વર્ષીય માતા-પિતા અને 16 વર્ષીય દીકરી પાસેથી DNA લીધા હતા. સતપાલની પત્ની મંદિરાએ કહ્યું કે, વાસ્તવિકતાનો સામનો કરવો મુશ્કેલ છે. પરંતુ અમને ગર્વ છે કે તેમણે (સતપાલ) રાષ્ટ્રની સેવા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. હૃદય કદાચ આ ખોટ સ્વીકારે નહીં, પરંતુ તેઓ નસીબદાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…