જન્મદિનના દિવસે જ 22 વર્ષની ઉંમરે વીર જવાન થયા શહીદ- પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદને નમન

127
Published on: 7:40 pm, Wed, 8 September 21

અત્યાર સુધીમાં કેટકેટલાય જવાનોએ માં ભૌમને કાજે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે દેશને આતંકવાદીઓ બચાવવા માટે હસતા મોં એ પોતાનું બલિદાન આપતા આવા જ એક વીર જવાનની શહીદીને લઈ સમાચાર સામે આવ્યા છે. આવા જવાનને જન્મ આપનાર માતાને આપણે સલામ કરીએ છીએ.

આની સાથે જ એવી પત્નીઓને પણ સલામ છે કે, જે પોતાના સુહાગને સરહદ પર લડવા માટે મોકલે છે. હવે આ દરમિયાન, ભારતીય સેનાની એક શાખા રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત 22 વર્ષનાં સૌરભ કટારાએ તેમના જન્મદિન પ્રસંગે ભારત માતા માટે પોતાનું બલિદાન આપ્યું છે.

સૌરભ રાજસ્થાનમાં આવેલ ભરતપુરનો રહેવાસી હતો. તેઓ ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સમાં પોસ્ટ થઇને ભારત માતાની સેવા કરી રહ્યા હતા. તેઓ હજુ 8 તારીખે લગ્ન કરવા માટે ઘરે આવ્યો હતો. ત્યારબાદ 16 તારીખે ફરીથી ફરજ પર ગયો ત્યારે થોડા દિવસ પહેલા બહેનના લગ્ન માટે ગામમાં આવ્યો હતો.

કન્યાના હાથ પર મહેંદીનો રંગ પણ સૂકાયો ન હતો એ પહેલાં જ તેણે તેના પતિની ચિત્તા પ્રગટાવવી પડી હતી. લગ્ન કર્યા બાદ, તે તેના પતિને તેના સૌપ્રથમ જન્મદિન પર શુભેચ્છા પાઠવવા માંગતી હતી. પરિવાર લગ્ન કર્યા પછી સૌરભના પહેલા જન્મદિનની તૈયારીમાં વ્યસ્ત હતો.

આ પહેલા જ સૌરભ પરિવાર છોડીને કાયમ માટે ચાલ્યો ગયો હતો. બોમ્બ બ્લાસ્ટમાં સૌરભ શહીદ થયો હતો. જ્યારે સૌરભની શહીદીના સમાચાર પરિવાર તેમજ તેની પત્નીને મળતા ઘરનું વાતાવરણ શોકમય બની ગયું હતું તેમજ ગામલોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

ગર્વની વાત એ છે કે, આની સાથે જ શહીદ સૌરભ કટારાના પિતાએ પણ ભારતીય સેનામાં સેવા આપેલ છે. તેમણે વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ પણ લડ્યું હતું, જેમાં ભારતે વિજયી ધ્વજ લહેરાવ્યો હતો. દીકરાની શહાદત પર પિતા જણાવે છે કે, હું ખુબ ગર્વ છે કે, મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. હવે હું મારા નાના દીકરાને સેનામાં મોકલીશ.

શહીદ સૈનિકની પત્ની કંઈ સમજી શકતી ન હતી. તે ખુબ રડી રહી હતી તેમજ રડતી-રડતી બેભાન થઈ ગઈ હતી ત્યારે તેણીએ તેના પર પાણી છાંટીને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈપણ રીતે હિંમત બાંધીને,તે સ્મશાનભૂમિ પર પહોંચી અને તેના પતિને અંતિમ વિદાય આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…