
આજના દિવસે એટલે કે, 9 સપ્ટેમ્બરનાં રોજ ભાદરવા માસના સુદ પક્ષની ત્રીજ તિથિએ વરાહ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા રહેલી છે કે, આજનાં દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કર્યો હતો.
આજ વરાહ જયંતિ એટલે કે, 9 સપ્ટેમ્બરનાં રોજ ગુરુવારનાં રોજ ઉજવણી થઈ રહી છે. આ અવસરે સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજાની સાથો-સાથ વ્રત તેમજ ઉપવાસ કરવામાં આવે છે. આની સાથે જ, વિષ્ણુ મંદિરોમાં ભજન-કીર્તન પણ કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર:
ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર ધારણ કર્યા છે. મત્સ્ય તથા કશ્યપ બાદ ત્રીજો અવતાર વરાહનો ધારણ કર્યો છે. વરાહ એટલે કે, શુકર(ડુક્કર). આ અવતારના માધ્યમથી માનવ શરીરની સાથે પરમાત્માએ ધરતી પર સૌપ્રથમ પગ રાખ્યો હતો. મુખ ડુક્કરનું હતું જયારે શરીર માનવીનું હતું. આ સમયે હિરણ્યાક્ષ નામના દૈત્યએ પોતાની શક્તિની સાથે સ્વર્ગ પર કબજો કરીને પૃથ્વીને પણ પોતાના આધીન કરી હતી.
હિરણ્યાક્ષ એટલે અન્ય લોકોના ધન પર નજર રાખનાર:
હિરણ્ય એટલે સ્વર્ણ(સોનું) તેમજ અક્ષ એટલે આંખ. જેનો અર્થ થાય છે કે, જેમની આંખ હંમેશાં બીજા લોકોના ધન પર રહે છે, તે હિરણ્યાક્ષ છે. આ નામનો દૈત્ય પણ એવો જ હતો. તેને સંપૂર્ણપણે પૃથ્વી ઉપર રાજ કરીને, તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. આની સાથે જ સંતોને પણ ખુબ પરેશાન કરવા લાગ્યો હતો. આ દૈત્યનો નાશ કરવા માટે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું હતું.
વરાહ અવતાર સાથે જોડાયેલી દંતકથા:
પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને લઈ જઈ દરિયામાં સંતાડી દીધી ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રકટ થયાં હતા. આની સાથે જ ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈ તમામ દેવી-દેવતાઓ તેમજ ઋષિ-મુનિઓએ તેમની સ્તૃતિ કરવા લાગ્યા હતા.
બધા દેવી-દેવતાઓના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયાં હતા. પોતાના લાંબું મોઢાની મદદથી તેમણે પૃથ્વીની જાણકારી મેળવીને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત પર રાખીને બહાર લઈને આવ્યાં હતા. જ્યારે હિરણ્યાક્ષે આ જોયું ત્યારે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યાં હતા. બંનેમાં યુદ્ધ થયું હતું. છેલ્લે હિરણ્યાક્ષ મરી ગયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…