સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક ભાગ્યે જ જોવ મળતી હોય એવી ઘટનાઓનાં વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ અન્ય એક વિડીયો હાલમાં સામે આવ્યો છે. ગુજરાતમાં આવેલ જગપ્રસિદ્ધ ગીરના જંગલ વિસ્તારમાંથી એક રોમાંચિત વીડિયો સામે આવ્યો છે.
આ વિડીયોમાં જંગલનો રાજા સિંહ કાગડાને લાડ લડાવ્યાં પછી તેનો શિકાર કરે છે. આ શિકાર વખતે વાતાવરણ કાગડાઓના કાવ કાવની ગુંજી ઉઠે છે. આ વીડિયોમાં એકસાથે ત્રણ જેટલા વનરાજ એકસાથે જોવા મળે છે. વાયરલ થયેલ આ વીડીયો ગીરના જંગલનો હોવાનું અનુમાન થઈ રહ્યુ છે.
View this post on Instagram
ગીર જંગલમાં સિંહ સહિત બધા જ પ્રાણીઓ શિકાર કરતા હોવાની ઘટના રોજીદા બનતી રહેતી હોય છે જ્યારે જંગલના રાજા સિંહ શિકાર કરતા હોય એવા દ્રશ્યો કોઈ કેમેરામાં કેદ કરે તે જોવાનો અનેરો લ્હાવો હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં સિંહ શિકાર કરતો હોય એવો એક વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો ફક્ત 52 સેકન્ડનો જ છે કે, જેમાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના કુંડ આજુબાજુ ત્રણ જેટલા સિંહો આરામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ત્યાં કાગડો પહોંચતા જ એક સિંહ તેના પંજા રાખીને કાગડાને લાડ લડાવે છે. આ સમયે કાગડો ચતુરાઈ પૂર્વક ઉડવા માટેના પ્રયત્ન કરે છે.
આ સમયે બીજો સિંહ ત્યાં દોડી આવીને કાગડાને પંજા નીચે દાબી દેવા માટે પ્રયાસ કરે છે. જો કે, પહેલાંથી રમત કરી રહેલ સિંહ કાગડાનો શિકાર કરીને મોં માં લઈ દુર ભાગી જાય છે. આ સમયે જ ત્યાં આકાશમાં તથા ઝાડ પર રહેલા બીજા કાગડાઓની કાવ કાવની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.
આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે:
આમ, સિંહ પરીવારની કાગડા સાથે પહેલા રમત તેમજ બાદમાં શિકાર કર્યાના રોચક દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી લીધા હતા કે, જે વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે કે, જેને લોકો ખુબ ઉત્સુકતાથી નિહાળી રહ્યા છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…