આજના પરમ પવિત્ર દિવસે વિષ્ણુજીએ ધારણ કર્યો હતો વામન અવતાર- જાણો આની પાછળની રસપ્રદ કથા

214
Published on: 4:18 pm, Fri, 17 September 21

શુક્રવાર એટલે કે, 17 સપ્ટેમ્બરનાં રોજ એકસાથે 4 ખાસ પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે કે, જેમાં વામન જયંતિ, વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ તેમજ પરિવર્તિની એકાદશીનો સમાવેશ થાય છે. દર વર્ષે કન્યા સંક્રાંતિની તારીખે જ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ પ્રાચીન સમયમાં કન્યા સંક્રાંતિના દિવસે જ બ્રહ્માજીની કૃપાથી વિશ્વકર્માજી પ્રકટ થયા હતાં. વિશ્વકર્માને દેવતાઓના શિલ્પી હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને મશીન તથા નિર્માણ કાર્ય સાથે જોડાયેલ લોકો વિશ્વકર્મા પૂજાનો પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊજવે છે.

વિશ્વકર્માએ સતયુગમાં સ્વર્ગલોક, ત્રેતાયુગમાં સોનાની લંકા, દ્વાપર યુગમાં દ્વારકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી માન્યતા રહેલી છે કે, ભગવાન વિશ્વકર્માની 3 દીકરી હતી. રિદ્ધિ-સિદ્ધિ તથા સંજ્ઞા. રિદ્ધિ-સિદ્ધિના લગ્ન ગણેશજીની સાથે થયા હતા તથા સંજ્ઞાના લગ્ન સૂર્ય દેવતાની સાથે કરવામાં આવ્યા હતાં.

વામન અવતાર કથા:
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક પર રાજ કર્યું હતું. ત્યારપછી દેવતા ભગવાન વિષ્ણુની પાસે મદદ માંગવા માટે પહોંચ્યાં તો વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. ત્યારપછી એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં ત્યારે વામનદેવ બલિ પાસે જઈને 3 પગ ધરતીના દાનમાં માંગ્યાં હતા.

શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને 3 પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું હતું. ત્યારપછી વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પગ ધરતી તેમજ બીજા પગમાં સ્વર્ગ માપી લીધું હતું. જયારે ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન ન મળ્યું તો બલિએ વામન દેવને પોતાના માથા પર પગ રાખવા માટે જણાવ્યું હતું.

વામનદેવે બલિના માથા પર પગ રાખ્યો હતો તેમજ પાતાળ લોકમાં પહોંચી ગયો હતો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવીને તમામ દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દેવામાં આવ્યું હતું. આમ, આ રસપ્રદ કથા જાણીને આપને આનંદ થયો હશે.

દર મહિને સંક્રાંતિ આવે છે:
સૂર્ય જે દિવસે એક રાશિમાંથી અન્ય રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. 17 સપ્ટેમ્બરનાં રોજ એટલે આજે સૂર્ય સિંહ રાશિથી કન્યામાં પ્રવેશ કરશે એટલે તેને કન્યા સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ એક વર્ષમાં 12 સંકાંતિ આવે છે. સૂર્ય એક જ રાશિમાં અંદાજે એક મહિના સુધી રહે છે તેમજ બાદમાં રાશિ બદલે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…