ઓમકારેશ્વર મહાદેવ મંદિરનાં દર્શનાર્થે જઈ રહેલ પટેલ પરિવારને નડ્યો ભયંકર માર્ગ અકસ્માત

Published on: 3:42 pm, Sat, 24 September 22

માર્વગ અકસ્લમાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્સાયો છે ત્ડયારે હાલમાં આવી જ એક ભયંકર ઘટનાને લઈ રાજ્યમાંથી સમાચાર સામે આવ્યા છે. વલસાડના એક પટેલ પરિવાર સાથે આ દુર્ઘટના બની છે. મધ્યપ્રદેશમાં દેવાસમાં ટ્રાવેલર બસને ડમ્પર ચાલકે અડફેટે લેતા ટ્રાવેલર બસમાં બેઠેલા 11 જેટલા લોકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો કે, જેમાં 11 લોકોને ઈજા પહોંચી છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રાવેલર બસમાંથી મુસાફરોને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા બધા જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલમાં બધા જ લોકો સુરક્ષિત હોવાની જાણ મળી રહી છે.

આ અંગે મળી રહેલ જાણકારી મુજબ, વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ, મહામંત્રી, વલસાડના ખ્યાતનામ વકીલ તેમજ પત્રકાર એમ મળીને કુલ 5 પરિવારના 17 સભ્યો મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર મંદિરનાં દર્શન માટે ટેમ્પો ટ્રાવેલર્સમાં જઈ રહ્યા હતા.

દેવાસ ગામ નજીક એક ડમ્પરની અડફેંટે આવતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર્સમાં બેઠેલા 11 મુસાફરોને નાની-મોટી ગંભીર ઇજા પહોંચી હતી. વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને વલસાડ સુગર ફેકટરી તથા સહકારી બેંકના ચેરમેન અરવિંદભાઇ પટેલના ભાણેજ હિતેશ ઉર્ફે રામભાઇ પટેલ, તેમની પત્ની તથા પુત્રી, કિસાન મોરચાના મહામંત્રી કમલેશભાઇ તેમજ તેમનો પરિવાર હતો.

જયારે વલસાડના એડવોકેટ ચેતનભાઇ પટેલ અને તેમનો પરિવાર, પત્રકારત્વ સાથે સંકળાયેલ તેમજ અરવિંદભાઇ પટેલના અન્ય એક ભાણિયા નિમેષભાઇ પટેલ તેમજ તેમનો પરિવાર સહિત 17 લોકો ટ્રેનમાં મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. બાદમાં પંચમઢીથી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે ટેમ્પો ટ્રાવેલર્સમાં સવાર થઇને નિકળ્યા હતાં.

તેઓ દેવાસ ગામ નજીક આવેલ રજતકુંજ કોલોની નજીક પહોંચ્યા ત્યારે અચાનક એક ડમ્પરના ચાલકે ટર્ન મારીને રસ્તા વચ્ચે આવી જતા, ટેમ્પો ટ્રાવેલર્સ ધડાકાભેર ડમ્પર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર્સમાં નિમેષભાઇ પટેલ તેમજ તેમની પત્ની જેતલબેન પટેલને ગંભીર ઇજા પહોંચતાં ઇન્દોરની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

આની સિવાય હિતેષભાઇ પટેલ, તેમની પત્ની બીનાબેન, પુત્રી બંસી, નિમેષભાઇના પુત્ર માનવ તેમજ વકીલ ચેતન પટેલ સહિત 11 લોકોને નાની-મોટી ઇજા તેમજ ડ્રાઇવર રાહુલને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…