જાણો કેવી રીતે વાલીયો લુટારો બન્યો ‘વાલ્મીકી’ અને લખી રામાયણ? ખુબ રસપ્રદ છે આ કહાની

Published on: 6:44 pm, Tue, 19 October 21

20 ઓક્ટોબરને બુધવારના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ છે. પુરાણોમાં જણાવ્યા મુજબ, તેમણે કઠોર તપસ્યા કરીને મહર્ષિ પદ મેળવ્યું હતું. બ્રહ્માજીના કહેવાથી તેમણે ભગવાન શ્રીરામના જીવન પર આધારિત ‘રામાયણ’ નામનું મહાકાવ્ય લખ્યું હતું જે આજે જગવિખ્યાત બન્યું છે. ગ્રંથોમાં તેમને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. તેમના લખેલાં આદિકાવ્ય શ્રીમદવાલ્મીકીય રામાયણ સંસારનું સૌપ્રથમ કાવ્ય માનવામાં આવે છે.

વરૂણના પુત્ર અને વાલ્મીકિ નામ:
વાલ્મીકિ મહર્ષિ કશ્યપ તેમજ અદિતિના નવમાં દીકરા વરૂણ એટલે કે, આદિત્ય સાથે તેમનો જન્મ થયો હતો. તેમની માતા ચર્ષણી તેમજ ભાઈ ભૃગુ હતાં. ઉપનિષદમાં જણાવ્યા મુજબ તેઓ પણ પોતાના ભાઇ ભૃગુની જેમ પરમ જ્ઞાની હતાં. એકવખત ધ્યાનમાં બેઠેલાં વરૂણ-પુત્રના શરીરને કીડીઓએ રાફડો બનાવીને ઢાંકી દીધું હતું. સાધના પૂરી કરીને જ્યારે તેઓ રાફડો હતો. જેને વાલ્મીકિ કહેવામાં આવે છે, તેમાંથી બહાર આવ્યાં ત્યારે તેમનું નામ વાલ્મીકિ પડ્યું હતું.

કથાઃ રત્નાકરથી બન્યાં મહર્ષિ વાલ્મીકિ
ધર્મગ્રંથો,માં જણાવ્યા પ્રમાણે, મહર્ષિ વાલ્મીકિનું સંપૂર્ણ નામ રત્નાકર હતું. તેઓ પોતાના પરિવારના પાલન-પોષણ માટે લૂટ-પાટ કરતાં હતાં. એકવખત તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યાં ત્યારે રત્નાકરે તેમને લૂટવાની કોશિશ કરી, તો તેમણે રત્નાકરથી પૂછ્યું હતું કે, આ કામ તમે શાં માટે કરો છો?

આ સમયે રત્નાકરે જવાબ આપ્યો હતો કે, પોતાના પરિવારના ભરણ-પોષણ માટે a બધું કરવું પડે છે. નારદે પ્રશ્ન કર્યો હતો કે, શું આ કામના ફળસ્વરૂપ જે પાપ તમને થશે, શું તેની સજા ભોગવવા માટે તમારો પરિવાર તમારો સાથ આપશે? નારદ મુનિના આ પ્રશ્નનો જવાબ જાણવા રત્નાકર પોતાના ઘરે ગયાં.

પરિવારજનોને પૂછ્યું કે, શું મારા દ્વારા કરાયેલાં કામના ફળસ્વરૂપ મને મળતી સજામાં તમે મારા ભાગીદાર બનશો? રત્નાકરની વાત સાંભળીને તમામ લોકોએ મનાઇ કરી દીધી હતી. રત્નાકરે પરત ફરીને આ વાત નારદ મુનીને જણાવી હતી. આ સમયે નારદ મુનિએ કહ્યું હતું કે, જે લોકો માટે તમે ખરાબ કામ કરો છો જો તે જ તમારા પાપના ભાગીદાર નથી બનવા માંગતાં તો તમે આ પાપકર્મ કેમ કરો છો?

આ વાત સાંભળીને તેમના મનમાં વૈરાગ્યનો ભાવ આવી ગયો હોવાથી પોતાનો ઉદ્ધારનો ઉપાય પૂછ્યો ત્યારે નારદ મુનિએ તેમને ‘રામ’ નામનો જાપ કરવા માટે જણાવ્યું હતું. રત્નાકર વનમાં એકાંત સ્થાન પર બેસીને રામ-રામ જાપવા લાગ્યાં હતા. અનેક વર્ષો સુધી કઠોર તપ કર્યા બાદ તેમના શરીર પર કીડીઓએ રાફડો બનાવી લીઘો હતો.

બ્રહ્માજીના કહેવાથી રામાયણ મહાકાવ્યની રચના કરી:
ક્રોંચ પક્ષીની હત્યા કરનાર એક શિકારીએ તેમને શ્રાપ આપ્યો હતો ત્યારે તેમના મુખે અચાનક એક શ્લોકની રચના થઈ ગઈ હતી. તેમના આશ્રમમાં બ્રાહ્મજીએ પ્રગટ થઈને જણાવ્યું હતું કે, મારી પ્રેરણાથી જ આવી વાણી તમારા મુખેથી નિકળી છે. આ માટે તમે શ્લોક રૂપમાં જ શ્રીરામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. આ પ્રકારે બ્રહ્માજીના કહેવાથી મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી હતી જે આજે પણ જગવિખ્યાત છે.

રામજીના છોડ્યા પછી વાલ્મીકિ આશ્રમમાં માતા સીતા રહ્યાં હતાં:
એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રભુ શ્રીરામે જયારે માતા સીતાનો ત્યાગ કર્યો ત્યારે માતા સીતા અનેક વર્ષો સુધી મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં રહ્યા હતાં. અહીં તેમણે લવ તથા કુશને જન્મ આપ્યો હતો. અહીં જ તેમને વનદેવી નામથી ઓળખવામાં આવ્યાં હતા. મહર્ષિ વાલ્મીકિનું પણ તેટલું જ મહત્ત્વ છે જેટલું રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ અને અન્ય પાત્રોનું રહેલુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…