‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત દેશની દીકરીઓને મળી રહી છે આર્થિક સહાય- જલ્દી અહિયાં કરી લો અરજી

136
Published on: 6:27 pm, Wed, 20 October 21

હાલના સમયમાં લોકો દીકરા કરતા દીકરીને વધુ અગત્યતા આપતા થયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ ચલાવી રહી છે તારે આવો જાણીએ શું છે તેમજ આ યોજનામાં કોને કેટલા રૂપિયાનો લાભ મળે છે તે જાણવા માટે વાંચો અહેવાલ…

જયારે પણ ઘરમાં બાળકનો જન્મ થાય એટલે આનંદ અનેરો જ હોય પરંતુ આની સાથોસાથ માતા-પિતા પર પણ એક ખુબ મોટી જવાબદારી આવી પડતી હોય છે. વધતી જતી મોંઘવારી વચ્ચે બાળકને શાળાઓ મોકલવાથી લઈને લગ્ન થાય ત્યાં સુધી મા-બાપ તેની ચિંતા કરતાં હોય છે.

જેમાં આર્થિક સમસ્યા સૌથી વધુ દેખાઈ આવતી હોય છે. હાલમાં કેટલાક લોકો બાળકનો જન્મ થાય એટલે તરત જ કોઈ બૅન્કમાં અથવા તો LICમાં પોલિસી લઈ લેતા હોય છે કે, જેથી ધીરે-ધીરે પૈસા ભેગા થયાં તેમજ બાળક મોટું થાય એટલે એક સાથે મળી જાય. જો કે, રાજ્માંયમાં જો તમારા ઘરે બાળકીનો જન્મ થાય તો સરકાર દ્વારા પણ બાળકી મોટી થાય ત્યારે સહાય આપવામાં આવતી હોય છે. આની માટે ખાસ યોજના ચલાવાઈ રહી છે.

આ યોજનાનો સૌપ્રથમ હપ્તો દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 રૂપિયાની સહાય જયારે દ્વિતીય હપ્તો દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયાની સહાય અપાય છે. સાથોસાથ તૃતીય હપ્તો દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે.

આ યોજનાની આધિકારિક વેબસાઇટ https://wcd.gujarat.gov.in/     જયારે ગુજરાત સરકારનું પોર્ટલ https://gujaratindia.gov.in/ છે. આ યોજનાની સમય મર્યાદા બાળકીના જન્મનાં 1 વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરવાનું રહેશે.

કયા દસ્તાવેજોની પડશે જરૂર:
આ યોજનામાં લાભ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, માતા-પિતાનું ઓળખપત્ર, બૅન્ક ખાતાની પાસબુક, પાસપોટ સાઇઝ ફોટો, રેશન કાર્ડની કોપી, માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ હોવું ખુબ જરૂરી છે.

આપની નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારી)ની કચેરીએ જમા કરાવવાનું રહેશે. ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ તેમજ સરકારી કચેરીઓના કામ જાતે જ ઓનલાઈન કરવા માટે ડિજિટલ ગુજરાત નામક એક પોર્ટલ બનાવેલ છે કે, જેમાં આગામી સમયમાં આ યોજના પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…