વડોદરાનાં પટેલ ખેડૂતનો નવતર પ્રયોગ: ઝીરો બજેટની ખેતીમાંથી ફક્ત 3 મહિનામાં કરી લાખોની કમાણી

Published on: 4:15 pm, Thu, 26 August 21

દેશના તેમજ સમગ્ર રાજ્યના ખેડૂતો હવે અનેકવિધ પાકોની ખેતી કરતાં થયા છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. હાલમાં રોકડીયા પાકમાં ટેકાના ભાવથી લઈને અનેકવિધ પાકમાં રોગ આવતા સુધી તકલીફો ખેડૂતો શન કરી રહ્યાં છે. આવા સમયમાં વડોદરા નજીક શિનોર તાલુકામાં આવેલ બીથલી ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા શૂન્ય બજેટમાં તરબૂચની ખેતી કરીને ફક્ત 3 મહિનામાં જ લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે. આમ, આ ખેડૂત વડોદરા જિલ્લાના ખેડૂતો માટે આદર્શરૂપ બન્યા છે.

પ્રગતિશીલ ખેડૂતનો અનોખો વિચાર :
શિનોર તાલુકામાં આવેલ બીથલી ગામના રહેવાસી પ્રદીપ પટેલ તથા સુભાષ પાલેકરે શૂન્ય બજેટ ખેતીમાં સેમિનારમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેડૂતો પાસે કેટલાંક ઉપાયો છે કે, જેથી શૂન્ય બજેટ ખેતી કરીને તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે છે. ત્યારે પ્રગતિશીલ ખેડૂત પ્રદીપ પટેલને વિચાર આવ્યો કે, જે રીતે સેમિનારમાં ખેતીના નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. તો કેવી રીતે આપણે પણ આપણા ખેતરમાં આ રીત અપનાવી છે.

તેમણે સુભાષ પાલેકરને આ વિશે જાણ કરી હતી. તેમણે વિચાર્યું હતું કે, આ પદ્ધતિથી ખેતી કરીશું તો ખુબ ઓછી મહેનતે વધારે કમાઈ શકાશે. જેને લઇ બંને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 10 વીઘા જમીન પર શૂન્ય બજેટ તરબૂચની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી.

ફક્ત 3 મહિનામાં થઈ લાખોની કમાણી :
સુભાષ પાલેકરે શિબિરમાં કહ્યું હતું કે, રોકડિયા પાક કરતા શાકભાજી ફ્રુટ જેવી ખેતી કરવાથી મહેનત ખુબ ઓછી તેમજ ફળ વધારે મળે છે. બંને ખેડૂતોએ શરૂઆતમાં તરબૂચના બીજ પાથરવામાં આવ્યા ત્યારે તેમને વિશ્વાસ ન હતો કે, આટલો નાનો બીજ માત્ર 3 મહિનાની અંદર પોષણ થઇ શકશે. આખરે 3 મહિનામાં જ પ્રગતિશીલ ખેડૂત પ્રદીપ પટેલે 7 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

દવાનો ઉપયોગ :
આ તરબૂચને જોઈ વિચાર ન આવે કે, ફક્ત 3 મહિનામાં 5 કિલોનું તરબૂચ કેવી રીતે મળી શકે? જરૂર રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો હશે. આ તરબૂચમાં કોઈપણ રાસાયણિક દવા નાંખવામાં આવી નથી. ફક્ત જીવામમૃત (ગાયમૃત), દશપરિનનો અર્ગ, ગાયની ખાટી છાશ, હિંગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તરબૂચને ઉગાડવામાં આવ્યા છે.

શૂન્ય બજેટમાં તરબૂચની ખેતીને સફળ બનાવવામાં આવી છે. આટલું જ નહીં ખેડૂત પ્રદીપ પટેલના મતે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારો કર માટે જીવામૃતનો ઉપયોગ વધારે હિતાવહ છે તેવુ તેમણે કહ્યું હતું.

તરબૂચનું વેચાણ :
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. જેમાં તરબૂચની માંગ સૌથી વધુ હોય છે. જેને લીધે શૂન્ય બજેટ ખેતીથી બંને ખેડૂતોએ પકવેલા તરબૂચ વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આટલું જ નહિ, શૂન્ય બજેટ ખેતી પકવેલા તરબૂચમાં બહાર લારી ઉપર મળતા તરબૂચની મીઠાશ કરતા 40% મીઠાશ આ તરબૂચમાં રહેલી છે. જેથી આ તરબૂચની માંગ અનેકવિધ જિલ્લાઓમાં વધવા લાગી છે.

નફો વધારે હોવાંનું કારણ :
હાલનાં હવામાનમાં સ્ટેબિલિટી રહેલી નથી. આની સાથે જ માર્કેટમાં મળતી રાસાયણિક દવાઓ દિન પ્રતિદિન મોંઘીદાટ બનતી જાય છે. જેને લીધે શૂન્ય બજેટ ખેતીમાં એવો કોઈ મોટો ખર્ચો હોતો નથી તેમજ જીવામમૃત, ખાટી છાશ તથા હિંગ જેવી વસ્તુઓ સસ્તા ભાવે આસાનીથી ગામમાં મળી રહે છે. જેને લીધે શૂન્ય બજેટ ખેતી કરવાથી મહેનત ખુબ ઓછી અને ફળ વધારે મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…