મોબાઇલમાં વ્યસ્ત દીકરીને પિતાએ ઠપકો આપ્યો તો, યુવતી ચોથા મળે ચઢી ગઈ ને પછી જે થયું…

175
Published on: 12:34 pm, Wed, 15 September 21

વડોદરા(ગુજરાત): આજકાલ બાળકો સતત મોબાઈલ ફોન(Mobile phone)માં સમય પસાર કરતા હોય છે. જેથી માતા-પિતા ઠપકો પણ આપતા હોય છે. પરંતુ, આ ઠપકો ક્યારેક જીવલેણ સાબિત થતો હોય છે. આવી જ એક ઘટના વડોદરા(Vadodara) શહેરમાંથી સામે આવી છે. જેમાં મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતી સગીર પુત્રી(Daughter)થી પિતાનો ઠપકો સહન ન થતાં એપાર્ટમેન્ટ(Apartment)ના ચોથા માળેથી નીચે ઝંપલાવવા પહોંચી ગઇ હતી. જોકે, સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદથી સગીરને બચાવી લીધી હતી.

પિતાએ મોબાઇલનો વધુ ઉપયોગ નહીં પુત્રીને ઠપકો આપ્યો હતો
જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક ભવન્સ સ્કૂલ પાસે રહેતી કિશોરીને મોબાઇલનું ભારે વળગણ હતું. જેને લઇને તે સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હતી. જેથી તેના પિતાએ આજે તેને મોબાઇલનો વધુ ઉપયોગ નહીં કરવા ઠપકો આપ્યો હતો. આ વાતનું તેને માઠું લાગી આવ્યું હતું. આટલી નાની વાતનું એટલું માઠું લાગી આવ્યું કે, તેણે જીવનનું અંતિમ પગલું ભરવાનો નિર્ણય લઇ લીધો હતો અને એપાર્ટમેન્ટના ચોથા માળે પહોંચી ગઇ હતી. આ દરમિયાન, કિશોરી અંતિમ પગલું ભરવા જાય તે પહેલા જ સ્થાનિકોની નજર તેના પર પડી હતી.

ફાયર બ્રિગેડે કિશોરીને સમજાવીને નીચે ઉતારી
સ્થાનિકો દ્વારા સ્થિતિને પારખીને તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કિશોરીને સમજાવીને નીચે ઉતારી લીધી હતી. ફાયરના લાશ્કરોએ કિશોરીને રેસ્ક્યૂ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મકરપુરા પોલીસે પણ રાહત અનુભવી હતી.

મોબાઇલ ફોનથી પરિવાર વચ્ચે અંતર પણ વધી ગયું છે
મકરપુરા વિસ્તારમાં બનેલા આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી. નોંધનીય બાબત એ છે કે, કોરોનાની મહામારીના કારણે આજનું યુવાધન મોબાઇલ ફોનનું આદી બની ગયું છે. આ ઉપરાંત, મોબાઇલ ફોનથી પરિવાર વચ્ચે અંતર પણ વધી ગયું છે. મોબાઇલ ફોનના યાદી બનેલા બાળકોને ઠપકો આપવો પણ ક્યારેક ખતરનાક સાબિત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…