
મીઠી વાનગીઓ બનાવવા માટે મોટે ભાગે સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાંડ બે પ્રકારની હોય છે. તેમાં વ્હાઈટ સુગર અને બ્રાઉન સુગર શામેલ હોય છે. ગોળ અને સફેદ ખાંડ નાખીને બ્રાઉન સુગર તૈયાર કરવામાં આવે છે. આ કારણે તેનો રંગ ભૂરો- બ્રાઊન હોય છે. તેમાં ઘણા પોષક તત્વો આવેલા હોય છે.
તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી જેવા ગુણધર્મો હોય છે. સફેદ ખાંડ કરતાં બ્રાઉન સુગર ઓછી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેથી બ્રાઉન સુગર આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બ્રાઉન સુગરના ઘણાં લાભ થાય છે.
વજન ઓછું કરવા માટે ખુબ ઉપયોગી
સફેદ ખાંડની તુલનામાં બ્રાઉન સુગર ઓછી હોય છે. ગોળ મેટાબોલિઝમ ને ખૂબજ ઝડપી વધારે છે. તે ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. તેથી તે તમારું વજન ઘટાડવામાં તમારી માટે ઉપયોગી છે. વધારે પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
બ્રાઉન સુગરને સ્ક્રબર તરીકે ઉપયોગ કરો
બ્રાઉન સુગરમાં વિટામિન બી હોય છે. તે વૃદ્ધાવસ્થાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ખનિજ તત્વો જોવા મળે છે. તે ત્વચાની કોષિકાઓ માટે ફાયદાકારક છે. ત્વચાને તેજ બનાવવા માટે તમે બ્રાઉન સુગરને સ્ક્રબર તરીકે ઉપયોગ કરી શકો છો.
પાચક તંત્રને સ્વસ્થ રાખવા માટે
બ્રાઉન સુગર પાચન તંત્ર માટે ફાયદાકારક છે. તે પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવમાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પાચક તંત્રને સ્વસ્થ રાખવા માટે, તમે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુ સાથે એક નાની ચમચી બ્રાઉન સુગર ભેળવી શકો છો.
એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ કરી શકાય
બ્રાઉન સુગરમાં એન્ટી ઈનફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. આ સંક્રમણ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેથી તમે તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ કરી શકો છો.