આ ચાર કામ કરતી વખતે કરો ગૌમૂત્રનો ઉપયોગ, ઘરમાં હંમેશા રહેશે લક્ષ્મી માતાનો વાસ

134
Published on: 9:05 pm, Tue, 5 October 21

જો તમે કોઈ પણ કારણથી માનસિક તકલીફોથી ઘેરાયેલા છો. સતત મહેનત બાદ પણ તમને તમારા કાર્યોમાં સફળતા મળી શકતી નથી તથા સતત હાર અથવા તો નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેવી પરિસ્થિતિમાં ગૌમૂત્ર તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ગૃહ પ્રવેશના સમયે પૂજામાં ગૌમૂત્રનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કારણ કે, ઘરની અંદર કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો હોય તો ગૌમૂત્રના છંટકાવથી તે દુર થઇ જાય છે. આની સાથે જ પરિવારના સભ્યોની ગ્રહદશાનો ખુબ સાથ મળે છે.

ગંગાજળમાં ગૌમૂત્ર ભેળવીને :
ઘરમાં રહેવાથી બેચેનીનો અનુભવ થતો હોય. પરિવારમાં સતત કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતા હોય અથવા તો ઘરમાં કંકાસભર્યું વાતાવરણ રહેતું હોય તો તે બાબતોને ગંભીરતાથી લઇને સમસ્યાઓનાં નિદાન પર ધ્યાન આપવું જોઈએ. આની સાથે જ ગંગાજળમાં ગૌમૂત્રના ટીપા ભેળવીને દરરોજ ઘરમાં આ મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ.

નજર લાગવા ઉપર :
જો ઘરમાં કોઈ બાળકને નજર લાગી ગઈ હોય તો એની ઉપર ગૌમૂત્રના થોડા ટીપા છાંટવાં જોઈએ. જેથી બાળકને રાહત મળશે તેમજ મન શાંત થશે. આની સાથે જ તમે બાળકને થઇ રહેલ અન્ય કોઈ તકલીફના હિસાબે તેનો ઉપચાર પણ કરવો જોઈએ.

ગ્રહ નક્ષત્રોની અસર :
જો તમારા ગ્રહ તમારો સાથ આપી રહ્યા ન હોય, ખાસ કરીને રાહુ ને લીધે જો તમારા જીવન માં સમસ્યાઓ આવી રહી હોય ત્યારે ગૌમૂત્રથી ખુબ લાભ થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ગૌમૂત્રનો ઘરમાં છંટકાવ કરવાની સાથે જ સ્નાનના પાણીમાં ગૌમૂત્ર ના થોડા ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ.

ગૌમૂત્ર અને આયુર્વેદ :
આયુર્વેદમાં ગૌમૂત્રને ઔષધીનું સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદની કેટલીક દવાઓ બનાવવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આની સાથે જ તેનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. આયુર્વેદ બ્રહ્માંડ ની સૌથી પ્રાચીન સારવાર પદ્ધતિ છે.

દેવતાઓના વૈધ અશ્વિન કુમાર આ પદ્ધતિના જનક માનવામાં આવે છે. માનવ જીવનના કલ્યાણ માટે ભગવાન ધનવંતરી એ આયુર્વેદને પૃથ્વી ઉપર વિકસાવી હતી. જેથી તમામ વૈધ શ્રી ધનવંતરી ભગવાનને પોતાના આરાધ્ય માને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…