વાળ ખરવાથી લઈને વાળની દરેક સમસ્યાઓ માટે વરદાન સમાન છે દહી- આ રીતે કરો અકસીર ઉપાય

205
Published on: 10:53 am, Tue, 16 November 21

આજના સમયમાં વાળનું થોડું ઘણું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે ત્યારે આ સીઝનમાં તમે વાળને હેલ્ધી રાખવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં ફક્ત ખાવા માટે જ નહીં પરંતુ લગાવવા માટે પણ ખુબ જ અસરકારક નીવડે છે. જેનાથી વાળ ખરવાથી લઈને વાળ તૂટવા, બેજાન વાળની સમસ્યા દૂર થઈ જાય છે તેમજ વાળ સુંદર તથા મજબૂત બને છે.

ડેન્ડ્રફ દૂર કરવા:
વાળમાં ડેન્ડ્રફના થર કેટલાક લોકોમાં જોવા મળતા હોય છે. આ સમસ્યા માટે ઘરમાં દહીં પેક લગાવવાથી વાળ પર તે ગજબની અસર કરતા હોય છે. આની માટે તમારે 5 ચમચી દહીંમાં 1 ઈંડુ ભેળવીને તેને વાળમાં તેમજ વાળના મૂળમાં લગાવીને સતત 2 કલાક રાખીને હેઅર વોશ કરી લેવા જોઈએ.

દહીં પેક લગાવવાથી વધે છે વાળ:
જો તમારા વાળનો ગ્રોથ અટકી જતો હોય તો એકવખત જરૂરથી દહીંના માસ્કનો ઉપયોગ અવશ્યપણે કરવો જોઈએ. દહીંમાં જાસૂદના ફૂલના પાન તથા થોડાં ટીપાં નારિયેળના તેલના ભેળવીને લગાવવો જોઈએ. બાદમાં 2 કલાક પછી વાળ ધોઈ લેવા જોઈએ. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવો જોઈએ.

વાળની ચમક વધારે છે દહીં:
આની સાથોસાથ દહીંમાં કાળા મરીનો પાઉડર નાખીને તેનો પેક લગાવવાથી વાળ શાઈની બનતા હોય છે તેમજ ડેન્ડ્રફમાં પણ ખુબ ફાયદો થતો હોય છે. આ લગાવ્યા બાદ 2 કલાક પછી વાળ ધોઈ લેવા જોઈએ. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવો જોઈએ.

વાળને મુલાયમ બનાવવા:
મુલાયમ તેમજ લાંબા વાળ બધાં લોકોને જોઈતા જ હોય છે. આની માટે મેંદીમાં દહીં ભેળવીને તેને વાળમાં 1 કલાક સુધી લગાવવું જોઈએ. બાદમાં હેઅર વોશ કરી લેવા જોઈએ. સપ્તાહમાં 1 વખત અવશ્યપણે આ ઉપાય કરવો જોઈએ. આટલા ઉપાય કરવાથી જરૂરથી લાભ થતો જોવા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…