આ ખેડૂત ભાઈએ એવું મશીન બનાવી નાખ્યું કે, વગર કામે દર મહીને થઇ રહી છે હજારોની કમાણી

360
Published on: 3:40 pm, Wed, 1 December 21

67 વર્ષીય વેપારી સુખદેવ સિંહનું માનવું છે કે, મશીન અથવા કોઈ પણ ઉપકરણ બનાવવા માટે એન્જિનિયર હોવું જરૂરી નથી. જો એક મશીનથી હજારો લોકોને ફાયદો મળી રહ્યો છે, તો થોડું સંશોધન કરીને મશીન બનાવી શકાય છે. સુખદેવ સિંહને કૃષિ આધારિત ટેકનોલોજીમાં આતુર રસ છે. તેણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખું મશીન બનાવ્યું છે. તેના બનાવેલા આ મશીન દ્વારા ગાયના છાણમાંથી લાકડું પણ બનાવી શકાય છે.

સુખદેવ સિંહની મેરઠ પાસે એક ફેક્ટરી છે જ્યાં કૃષિ ઓજારો બનાવવામાં આવે છે. તેનું કહેવું છે કે તેની નજર હંમેશા કૃષિક્ષેત્રમાં નવી નવી શોધો પર હોય છે. બે વર્ષ પહેલા તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો તે વિડીયોમાં એક મશીન વિશે જણાવવામાં આવ્યું હતું. મશીન દ્વારા ગાયના છાણમાંથી લાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ વીડિયો જોયા બાદ સુખદેવ સિંહ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમને સમજાયું કે આ બચેલા કચરાનો ઉપયોગ કિંમતી ચીજવસ્તુઓ બનાવવા તેમજ વૃક્ષોને કાપવાથી બચાવવા માટે થઈ શકે છે, જેની પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે. સુખદેવ સિંહ ઈન્ટરનેટ પર થોડું રિસર્ચ કર્યું અને ત્યાર પછી તેને પોતાની ફેક્ટરીમાં આ મશીન બનાવી લીધું હતું.

પ્રારંભિક મોડલોમાં ગિયરબોક્સ નહોતું, પરંતુ કેટલાક પરીક્ષણ અને પ્રતિસાદ પછી, સુખદેવ સિંહ અને તેમની ટીમે 5 એચપી ઇલેક્ટ્રિક મોટર અને ગિયરબોક્સ સાથે ગાયના છાણનું લાકડાનું મશીન બનાવ્યું હતું.

સુખદેવ સિંહએ સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરતા કહ્યું છે કે ગાયના છાણને સૌપ્રથમ 5 દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે જેથી તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય. ગાયનું છાણ માટી જેવું ઢીલું હોવું જોઈએ. ત્યાર પછી, તેને વેલણ આકારની લાકડાની પટ્ટી બનાવવા માટે ઇનલેટમાં નાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ માપ અને આકારનો આધાર રાખીને બદલી શકાય છે. સિંઘ દ્વારા તૈયાર કરાયેલ ઇનલેટનું માળખું ગોળ અનેવેલણ આકારનું હોય છે.

મશીન કાચા માલને સ્ક્રુ મિકેનિઝમ હેઠળ મોલ્ડમાં બનાવે છે. મોલ્ડને જરૂરિયાત મુજબ મશીન મોલ્ડ કરી શકાય છે. એકવાર મશીનમાંથી બહાર કાઢ્યા પછી, ગાયના છાણના લાકડાને તડકામાં સૂકવવામાં આવે છે જેથી કોઈ ભેજ અથવા તેમાં કોઈપણ પ્રકારની ગંધ ન રહે.

જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે લાકડાની મજબૂતાઈ વધે છે. આ મશીન એક મિનિટમાં 3 ફૂટ લાંબુ લાકડું બનાવી શકે છે. આ ઈકો-ફ્રેન્ડલી ઈનોવેશનની બીજી વિશેષતા એ છે કે બાયોગેસ એકમોમાંથી સ્લરી અને સ્ટ્રોના અવશેષોના મિશ્રણ દ્વારા પણ વાપરી શકાય છે. સુખદેવ સિંહનું કહેવું છે કે આ લાકડાનો ઉપયોગ લાકડા સિવાય અન્ય હેતુઓ માટે પણ થઈ શકે છે.

મોહમ્મદ ગુલફામ મેરઠ માં રહે છે અને તે ડેરી ફાર્મર છે. તેમની પાસે 23 ભેંસ અને 7 ગાયઓં છે, જે દરરોજ એક ટન કચરો પેદા કરે છે. તેણે આ મશીન 5 મહિના પહેલા ખરીદ્યું હતું. તેનું કહેવું છે કે, “આ મશીન મારા માટે વરદાન સમાન છે, કારણ કે તે કચરાને ઉપયોગી સામગ્રીમાં ફેરવે છે. અમને દરરોજ લગભગ 40 કિલો ગાયનું છાણ મળે છે, જેને અમે આ મશીન દ્વારા લાકડામાં રૂપાંતરિત કરીએ છીએ. તે અત્યંત ઉપયોગી છે અને દર બીજા દિવસે અમારા ખેતરમાંથી જ લાકડું વેચવામાં આવે છે. હું ગાયના છાણમાંથી બનેલા લાકડામાંથી દર મહિને 8,400 રૂપિયા કમાઉ છું. મેં મશીન માટેના રૂ. 80,000ના પ્રારંભિક રોકાણમાંથી અડધું વસૂલ પણ કરી લીધું છે.

સુખદેવ સિંહનું કહેવું છે કે, “શહેરી વિસ્તારના લોકોને ઘણીવાર ખ્યાલ નથી હોતો પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની વસ્તી હજુ પણ બળતણ માટે લાકડા પર નિર્ભર છે. તે તેમના માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને તેની અછત પણ છે. સ્મશાનભૂમિમાં પણ અંતિમ સંસ્કાર માટે માત્ર લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ગાયના છાણમાંથી લાકડું બનાવીને આપણે માત્ર વેસ્ટ મેનેજમેન્ટ જ નથી કરી રહ્યા પરંતુ લાકડાનો ઉત્તમ વિકલ્પ બનાવવામાં પણ મદદ કરી રહ્યા છીએ. આ સિવાય આ લાકડાની વિશેષતા એ છે કે તે ગાયના છાણને કારણે થોડું પોલાણ હોય છે, તેના કારણે તેમાં ઓક્સિજન પસાર થાય છે અને જેના કારણે તે તરત જ આગ પકડી લે છે અને ધુમાડો ઓછો નીકળે છે.

મશીનની કિંમત GST સાથે 80,000 રૂપિયા થાય છે. સુખદેવ સિંહ કહે છે, કે “આ યોગ્ય સમય છે જ્યારે લોકોએ આના જેવી ટકાઉ પદ્ધતિઓ સમજવી જોઈએ અને અપનાવવી જોઈએ. પશુઓમાંથી માત્ર દૂધ જ નહીં પરંતુ તેમાંથી ઉત્પન્ન થતો કચરો પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. પર્યાવરણ અને અર્થવ્યવસ્થાની સુધારણા માટે દરેક વ્યક્તિએ આ પ્રકારના કામમાં સહયોગ આપવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…