કમોસમી વરસાદી માવઠાંએ જગતનો તાત થયો ચિંતિત: પડ્યા પર પાટું જેવી સ્તિથીમાં મુકાયા સેકંડો ખેડૂતો

199
Published on: 5:11 pm, Mon, 25 October 21

ચાલુ વર્ષે ચોમાસામાં રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ મોટું નુસન થવા પામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભો થયેલ પાક બળી ગયો છે ત્યારે હાલમાં ફરી એકવાર ખેડૂતો મુશેલીમાં મુકાયા છે.

હજુ તો દિવાળીનો તહેવાર આવ્યો નથી ત્યાં તો હવામાને પોતાનો મિજાજ બદલી નાંખ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારના સમયથી ગુલાબી ઠંડીનો માહોલ રહેલો છે ત્યારે હવામાન બદલાતા રાજ્યના રાજકોટ, સાવરકુંડલા તથા દ્વારકા પંથકમાં કમોસમી માવઠું થતા ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્થિતિમાં મુકાયા છે.

સવારના સમયથી જ વાતાવરણ વાદળછાયું રહેતા રાજકોટ જીલ્લામાં આવેલ ધોરાજી, જામકંડોરણા,વીરપુર જયારે જેતપૂરમાં ભારે વરસાદ પડતા ખેતરમાં રહેલા ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. આવી જ સ્થિતિ સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારની રહી છે.

આની સાથોસાથ ભમોદારા સહિતના વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ થતા ખેડૂતો હેબતાઈ ગયા હતા. મુખ્યત્વે મગફળી તેમજ કપાસના ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે તેમજ સૌરાષ્ટ્રના દ્વારકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કરી મુક્યા છે.

સલાયા પંથકમાં 20 થી 25 મીનીટના વરસાદે ખેતરોને ભરી મુક્યા હતા. શિયાળાની શરૂઆતમાં જ આવી સ્થિતિ રહી છે તો હવે આખો શિયાળો કેવી રીતે નીકળશે એની ચિંતામાં ખેડૂતો મુકાએ ગયા છે. જો વારંવાર આ જ રીતે વાતાવરણ પલટાતું રહેશે તો ખેતરના ઉભા પાકની શી હાલત થશે તેની ચિંતામાં જગતનો તાત પડી ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…