રિલાઈન્સ જીઓ કંપની ઘણાં પ્લાન આપી રહી છે. હવે આ ટેલિકોમ કંપની પોતાના યુઝર્સને એક નવો જ પ્લાન આપી રહી છે. આ પ્લાન 899 રૂપિયાનો છે. અને તેની વેલીડીટી 28, 56 કે પછી 84 દિવસ નહીં, પરંતુ 336 દિવસની છે. આ પ્લાન 28 દિવસની 12 સાયકલ્સ ની સાથે આવે છે. આ જોરદાર પ્લાનમાં શરૂઆતમાં 28 દિવસ માટે લાભ આપવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી બીજા 28 દિવસ માટે લાભ ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ ધમાકા ઓફર વિષે વધુમાં જણાવીએ તો, આ પ્લાન 899 રૂપિયાનો છે, અને 336 દિવસની વેલીડીટીનો છે. જેમા જીઓ એપ્સનું સબસ્ક્રિપ્શન અને કોઈપણ કંપનીના સીમકાર્ડના નંબર પર અનલીમીટેડ કોલિંગ કરી શકાશે. તે ઉપરાંત 336 દિવસ માં કુલ 28 GB મોબાઈલ ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન 28 દિવસની 12 સાઈકલમાં આવે છે. તેથી 28 દિવસમાં 2 GB ડેટા મળશે. સાથોસાથ 28 દરમહિને 50 SMS ની સુવિધા પણ આપવામાં આવી છે.
રીલીન્સ જીઓના આ નવા પ્લાનની સાથે કેટલાક બીજા પ્લાનનો પણ સમાવેશ થાય છે. કંપનીના અન્ય પ્લાનમાં 75 રૂપિયાનો, 91 રૂપિયાનો, 125 રૂપિયાનો, 152 રૂપિયાનો, 186 રૂપિયાનો, 222 રૂપિયાના પ્લાનનો પણ સમાવેશ થાય છે.
75 રૂપિયાના પ્લાનની વેલિડિટી માત્ર 23 દિવસની જ છે અને તેમાં રોજના 0.5 GB મોબાઈલ ડેટા આપવામાં આવે છે. જ્યારે 91 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને રોજના 0.1 GB મોબાઈલ ડેટા યુઝર્સને આપવામાં આવે છે.
જીઓના બીજા પ્લાનમાં, 125 રૂપિયાનો પ્લાન કે જેમાં 0.5 GB રોજના ડેટા આપવામાં આવે છે, જ્યારે તેની વેલિડિટી માત્ર 23 દિવસની છે. વળી 152 રૂપિયાના પ્લાનમાં 0.5 GB મોબાઇલ ડેટા સાથે 28 દિવસની વેલિડિટી છે. રૂપિયા 186ના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં 1 GB ડેટા દરરોજના આપવામાં આવ્યા છે. સાથોસાથ 222 રૂપિયામાં 28 દિવસની વેલિડિટીમાં 2 GB મોબાઈલ ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…