સૌરાષ્ટ્રનાં સેકંડો ખેડૂતોએ વાવેતર વખતે કરેલ આ નાની એવી ભૂલ પડી માથે- થયું લાખોનું નુકસાન

159
Published on: 2:25 pm, Wed, 27 October 21

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેકવિધ દેશોમાં થતું હોય છે પણ છેલ્લા થોડા મહિનાથી એક્સપોર્ટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કે, જેનાથી ઊંઝા એક્સપોર્ટર દ્વારા ઊંઝા યાર્ડના ચેરમેન દિનેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

56 લાખને બદલે 28 લાખ બોરીનું એક્સપોર્ટ થયું: 
ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત અનેકવિધ મરી મસાલાનું એક્સપોર્ટ દેશ-વિદેશોમાં કરવામાં આવતું હોય છે. હાલમાં ચાઇના સહિત અનેકવિધ દેશો દ્વારા પોતાના નિયમોમાં બદલાવ કરી દેવાયો છે કે, જેમાં અહીથી જે માલ મોકલાય છે એમાં પેસ્ટીસાઇઝનું પ્રમાણ વધુ હોવાથી અહીંના એક્સપોર્ટરોનો માલ રિજેક્ટ થાય છે.

છેલ્લા વર્ષે ઊંઝા માર્કેટમાંથી 56 લાખ બોરીનું એક્સપોર્ટ થયું હતું, જે આ વર્ષે અંદાજે 28 લાખ બોરી જેટલું જ થયું છે કે, જેથી ખેડૂતો પેસ્ટીસાઈઝનો ઉપયોગ ખુબ ઓછો કરે તેમજ ઓગોનિક ખેતી કરે એના માટે આજ રોજ ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા યાર્ડનાં ચેરમેનને રજૂઆત કરી હતી.

ખેડૂતો દવાનો ઉપયોગ વધુ કરે છે:
એક્સપોર્ટર મિતેશ પટેલ જણાવે છે કે, જીરૂ, વરિયાળી તથા ઇસબગુલ સંવેદનસીલ પાક છે. અન્ય પાકોની તુલનાએ મસાલા પાકોમાં રોગ-જીવાત ઝડપી લાગે છે. રોગ-જીવાતથી પાકને રક્ષણ આપવા માટે તથા વધારે ઉતારો મેળવવા ખેડૂતો દવાઓનો ઉપયોગ વધુ પડતો કરે છે કે, જેથી માલ વિદેશોમાં રિજેક્ટ થાય છે. જો ખેડૂતો દવાનો ઉપયોગ ઓછો કરે તો ખેતપેદાશો બીજા દેશોમાં જલ્દીથી પાસ થઈ શકે તેમ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…