વ્યાજના વિષચક્રમાં ફસાઈને કોઈ પરિવાર બરબાદ ન થાય, તેવા ઉદ્દેશ સાથે સુરતના યુવકે બનાવડાવી અનોખી લગ્ન કંકોત્રી 

Published on: 1:08 pm, Wed, 15 February 23

હાલમાં ગુજરાતમાં વ્યાજખોરીનું પ્રમાણ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યું છે હોય અનેક મધ્યમ વર્ગીય પરીવારો આ વ્યાજના વિષચક્રના શિકાર બનેલ છે જેથી આ વ્યાજના વિષચક્રનો અંત લાવવા માટે ગુજરાત પોલીસ દ્રારા  મુહીમ ચલાવવામાં આવી રહી છે તે અંગે નાગરિકોમા જાગૃતિ આવે તે હેતુને ઉદેશીને સુરત શેહરના પરમાર પરીવારના દીકરાના લગ્રની કંકોત્રીમાં તે અંગેની માહીતીનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે (સરકારી નીયમો અનુસાર) લોન આપે છે તે અંગેની પણ માહીતી આપવામાં આવેલ છે.

જો વાત કરવામાં આવે તો વિવિધ લોનમાં જરુરી પુરવા તથા તેના વ્યાજદરોની માહિતી તથા બેંકોની માહીતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કરીને માહીતીની મદદથી ઉચા વ્યાજદરે પ્રાઈવેટ લોન લેતા બચે અને વ્યાજખોરોના વિષચક્રનો કોઈ વ્યક્તિ શિકાર ન બને.

અત્રે ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ વિજય અને શ્વેતા લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે. સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા વિજય પરમાર દ્વારા લોકોમાં લોન અંગે જાગૃતિ ફેલાય અને સમાજનો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના વિષ ચક્રનો ભોગ ન બને તેને ઉદેશીને કંકોત્રીમાં વિવિધ બેંકો દ્વારા જે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે તે અંગેની માહીતી મુકવામાં આવેલ છે.

મહત્વનું છે કે, હાલના સમયમાં લોકો એક બીજાની દેખા-દેખીમા લગ્રમાં પ્રંસગમાં અનેક ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે પોતે પહોચી નથી શકતા તેમ છતા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે. પરિણામે પરીવારોને નાણાનીતંગીનો સામનો કરવો પડે છે અને તેનો લાભ વ્યાજખોરો દ્વારા ઉઠાવવામાં આવે છે. એવા અનેક કીસ્સાઓમાં વ્યાજખોરોના આંતકના લીધે અનેક પરીવારો બરબાદ થય જાય છે. જેને લઈને આ અનોખી લગ્ન કંકોત્રીમાં તમામ પ્રકારના લોન વિશેની માહિતી આપવામાં આવી છે.

આ માહિતીને કારણે બન્ને પરીવારો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આપડે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ નહી કરીએ અને લુહારબંધુ વેલફેર કલબ દ્વારા આયોજિત થનાર સમૂહ લગ્નમાં જ લગ્ન કરીશું અને સમાજમાં આ અંગે જાગૃતિ ફેલાવીશું અને આમાથી જે પણ બચત થશે તથા લગ્નમાં ચાદલા-ભેટની કર્મ એકઠી થશે તે રકમ ગરીબ બાળકોના અભ્યાસ પાછળ વાપરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…