આમ, તો ગટરનું પાણી દુર્ગંધવાળું હોય છે જયારે હાલમાં ડીસાના એક ખેડૂતભાઈએ આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે. આની સાથે જ આપને જણાવી દઈએ કે, ડીસાના નરેન્દ્ર સૈની નામના યુવાન ખેડૂતભાઈએ પોતાની આગવી સૂઝબુઝથી અનોખી રીતે ખેતી કરી બતાવી છે.
ડીસાના આ ખેડૂતભાઈએ અનોખી કમાલ કરી બતાવી છે. યુવાન ખેડૂત નરેન્દ્ર સૈની ડીસા શહેરમાં આવેલ મારવાડી મોચીવાસ વિસ્તારમાં 5 વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતાં નરેન્દ્ર સૈનીએ શહેરની ગટરોનું પાણી તેમના ખેતર પાસેથી વહેતું હોય હોવાથી આ પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઇ તરીકે ઉપયોગ કર્યો હતો.
જેને લીધે એમના ખેતરમાં ગુલાબ તથા ગલગોટાની ખેતી કરીને આ દુર્ગંધ યુક્ત પાણીમાંથી પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતાં હાલમાં તેમનું ખેતર ગટરની દુર્ગંધની જગ્યાએ ગુલાબની સુગંધમાં પરિવર્તિત પામ્યું છે. હાલમાં દેશનાં અનેકવિધ ખેડૂતો અનોખી રીતે ખેતી કરતા થયા છે.
ઉંચી-ઉંચી ડીગ્રી ધરાવતા યુવાનો પણ હવે ખેતીમાંથી થતી કમાણીને જોઈ ખેતીક્ષેત્ર બાજુ વળ્યા છે ત્યારે ડીસાનાં આ ખેડૂતભાઈની અનોખી કમળથી તેઓનું ખેતર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આસપાસનાં ખેડૂતભાઈઓ પણ ડીસાના આ ખેડૂતભાઈનાં ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.