ખાતરના વધતાં ભાવ વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરી મોટી જાહેરાત

173
Published on: 6:15 pm, Mon, 18 October 21

હાલમાં ખેડૂતો માટે એક રાહતનાં સમાચાર સામે આવ્યા છે. ખાતરના સતત ભાવ વધારાની વાતથી સેકંડો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આજ કરાયેલ જાહેરાત પછીથી ખેડૂતોને મોટી રાહત મળી છે. ખાતરના સતત ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી છે. ખેડૂતોને મોટી રાહત આપતા જણાવ્યું છે કે, નવા વધારેલ ભાવ મુજબ સબસિડીમાં પણ વધારો કરી દેવાયો છે.

જયારે કેટલીક કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો હતો જે પરત ખેચવા માટેની સૂચના આપી દેવાઈ છે. સમગ્ર રાજ્યમાં ખાતરનાં ભાવ વિશે અસમંજસ જેવી પરીસ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે. આની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બાદમાં કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતો માટે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ખેડૂતો પર ખાતર વધારાનો કોઈપણ બોજ નાખવામાં આવશે નહીં. સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરી પહેલા મુજબ જ હાલમાં ખેડૂતોને ખાતર મળી રહે એના માટે કટિબધ્ધ છીએ.

આની સાથે જ તેમણે કયા ખાતરની સબસીડીમાં સરકાર દ્વારા કેટલો વધારો કરાયો તેની પણ જાણ કરી હતી. સરકારની જાહેરાત પછી ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે. ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો કરી દેવાયો છે. ખાસ કરીને તો યુરિયા તથા ડીએપી ખાતરનો ખેડૂતો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે.

આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. બાદમાં સમગ્ર ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. જયારે સરકાર દ્વારા સબસિડીમાં વધારો કરીને ખાતર કંપનીઓને ભાવ વધારો પરત ખેચવા સૂચના આપી દેવાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
તમે આ લેખ “Panchnamu” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Panchnamu ફેસુબક પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…