પીએમ કિસાન યોજના હેઠળ: 6000 વાર્ષિક હપ્તા ની સાથે મેળવો મહિનાનું 3000 રૂપિયાનું પેન્શન

Published on: 11:07 am, Thu, 15 July 21

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમમાં કિસાન ભાઈઓને ઓગસ્ટથી ખેડૂતોને 9મો હપ્તો મોકલવામાં આવશે. આ યોજના હેઠળ 2000 રૂપિયાના ત્રણ હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો માટે પેન્શનની સુવિધા પીએમ કિસાન માનધન યોજના પણ રહેલી છે.

ખાસ વાત એ છે કે જો તમારું પીએમ ખાતું છે તો તમારે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે નહી. તમારું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન સ્કીમમાં પણ થઇ જશે. આવો જાણીએ આ સ્કીમના ફીચર અને બેનિફિટ્સ વિષે.

શુ છે પીએમ કિસાન માનધન યોજના
PM Kissan Mandhan Yojana નાના ખેડૂતોને માસિક પેંશન આપવાની સરકારી સ્કિમ છે. સરકારની આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેન્શનનું વિતરણ થાય છે. આ સ્કીમમાં 18 વર્ષથી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે. જે હેઠળ 5000 રૂપિયા માસિક પેન્શન મળીશકે છે.

આ યોજના હેઠળ લોકો ને કઈ રીતે લાભ થશે ?

પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડુતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય 2000 રૂપિયાના 3 હપ્તામાં આપે છે. આ રકમ ખેડૂતના ખાતામાં સીધી નાખવામાં આવે છે. જો આ ખેડૂતો પેન્શન યોજનામાં પીએમ કિસાન મંડળમાં ભાગ લે છે, તો તેમની નોંધણી સરળતાથી કરવામાં આવશે.

વળી, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે તો પેન્શન યોજનામાં દર મહિને કપાતો ફાળો પણ આ 3 હપ્તાઓમાં મળતી રકમમાંથી કાપવામાં આવશે. એટલે કે આ માટે પીએમ કિસાન ખાતાધારકે પોતાના નાણાંનું રોકાણ કરવું પડશે નહી.