કાબરાઉ ધામે બિરાજમાન માં મોગલના અપરંપાર પરચા: દીકરીને નોકરીની માનતા પુરી થતા…

183
Published on: 6:08 pm, Mon, 12 September 22

માં મોગલના પરચા અપરંપાર છે. જેને માં મોગલ પર વિશ્વાસ છે. તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. કાબરાઉ ધામે બિરાજમાન માં મોગલનું નામ લેવા માત્રથી જ બધાના દુઃખ દૂર થઇ જાય છે. જ્યાં મણિધરબાપુ પણ બિરાજમાન છે. માં મોગલ ત્યાં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. જો સાચા દિલથી કોઈ તેમની મનોકામના માંગે તો તેની મનોકામના જરૂરથી પુરી થાય છે.

માં મોગલના મંદિર માતાના દર્શન કરવા અને પોતાની માનતા માંગવા માટે દૂર દૂરથી લોકો આવે છે. લોકો જાત જાતની માનતાઓ લઈને આવે છે. કબરાઉ માં મોગલના ધામે એક દીકરી પણ પોતાની માનતા પુરી કરવા માટે આવી હતી. ત્યાં દીકરીએ મણિધર બાપુને કહ્યું કે, હું મારી માનતા પુરી કરવું માટે આવી છું. તો મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા હતી. દીકરીઆ કહ્યુ કે મેં માનતા માની હતી કે જો મારી નોકરી આવી ગઈ તો હું મંદિરમાં આવીને મારો આખો પહેલો પગાર ચઢાવીશ.

દીકરીની નોકરી લાગી જતા દીકરી ખુબજ ખુશ થઇ ગઈ. દીકરીની મનોકામના માં મોગલે પુરી કરતા માં મોગલના ચરણોમાં તે પોતાની માનતા પુરી કરવા માટે આવી હતી. તો તેને માં મણિધર બાપુને પોતાનો પહેલો આખો પગાર આપ્યો. તો મણિધર બાપુએ દીકરીના પગારમાં એક રૂપિયો ઉમેરીને તેને પગાર પાછો આપ્યો.

મણિધર બાપુએ કહ્યું કે, માં મોગલે તારી માનતા 7 વખત સ્વીકારી, માં મોગલ તને આ પૈસા પાછા આપે છે. માં મોગલ તો આપે છે કોઈની પાસેથી કઈ નથી લેતી અને માં મોગલને તો કઈ જોઈતું પણ નથી. માં મોગલ પણ વિશ્વાસ રાખજો તમારું એક પણ કામ ઉભું નહિ રહે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…