સિંચાઈ માટે પાણી ન મળતા બનાસકાંઠાના રામજીભાઈએ શરુ કરી આ ખાસ ખેતી, આજે કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

226
Published on: 5:05 pm, Fri, 10 December 21

ખેતીએ દેશના લાખો લોકોનું જીવન બદલ્યું છે. હાલના સમયમાં લોકો પરંપરાગત ખેતી છોડીને, ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી ખેતી કરીને ખેડૂતોની કમાણીમાં થોડો ફેરફાર થયો નથી. પરંતુ ખેતી ની રીત અને પદ્ધતિ બદલી ને આજે કેટલાય ખેડૂતો 10 ગણી કમાણી કરી રહ્યા છે. હાલ આવા જ ખેડૂતની વાત કરવાના છીએ, કે જેમણે દસ હજાર રૂપિયાના ખર્ચે શરૂ કરેલી ખેતીને કારણે આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

એક ખેડૂતે 10000 રૂપિયાના ખર્ચે કાળા મરીની ખેતી શરૂ કરી હતી. ફક્ત પાંચ એકર જમીનમાં આ ખેડૂતે કાળા મરી ની ખેતી ની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે ખેડૂત સંપૂર્ણ ખેતી ઓર્ગેનિક ખાતર ની મદદથી કરી હતી. આટલું જ નહીં તેમના વિસ્તારના સૌથી સફળ ખેડૂત તરીકેની સિદ્ધિ હાંસલ કરી હતી. ખેડૂત ભાઈને લગ્ન પછી તેમના સાસરિયા પક્ષે પાંચ એકર જમીન આપી હતી, જેમાંથી આજે આ ખેડૂત લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ ખેડૂત ભાઈએ આ જમીન પર ૩૪ હજાર જેટલા કાળા મરીના વૃક્ષો વાવ્યા હતા. શરૂઆતમાં ફક્ત દસ હજાર રૂપિયાના ખર્ચે ખેતરમાં 10,000 જેટલા વૃક્ષો વાવ્યા હતા. અને ત્યારબાદ સારો નફો થતા વધુ વૃક્ષો વાવ્યા હતા. હાલમાં તેઓ ૩૪ હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે.

ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કાળા મરીની માંગ ખુબ જ છે, જેના કારણે આજે ઘણા ખેડૂતો કાળા મરીની ખેતી તરફ વળ્યા તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ આ ખેડૂત ભાઈએ ૧૯ લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…