આ મંદિરમાં બિરાજમાન છે ઊંધા બજરંગબલી- જાણો આની પાછળ રહેલ પૌરાણિક દંતકથા

187
Published on: 11:42 am, Sun, 19 September 21

સમગ્ર દેશમાં જેટલા ભગવાન શ્રીરામના મંદિર છે એટલા બજરંગબલીના મંદિર પણ આવેલા છે. ભગવાન હનુમાનનું નામ રટણ કરીને ભક્તોના સંકટ દૂર થઈ જાય છે. સમગ્ર દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારીક મંદિર આવેલા છે. તેમાંથી એક મંદિર ઊંઘા હનુમાનજીનું આવેલું છે.

અહીં હનુમાનજી માથાના ભાગે ઊંધા ઊભા છે. આ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બજરંગબલીની પ્રતિમા સંભવતઃ વિશ્વની એકમાત્ર પ્રતિમા છે કે, જેમાં હનુમાનજીના ઊંધા ઊભા રહેવાનું સ્વરૂપ છે. આ મંદિર ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર રહેલું છે.

મંદિરમાં છે ઊંધા હનુમાન:
ઊંધા હનુમાનનું આ જગપ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશમાં આવેલ છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરથી 30 કિમી દૂર આવેલ સાંવેર ગામમાં આ ઊંધા હનુમાનજી બિરાજમાન છે. આ મંદિરમાં પવનપુત્રની આ અદ્ભૂત પ્રતિમાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી ભક્તો આવે છે તેમજ શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત કરવામાં આવી છે.

ચમત્કારીક છે ઊંધા હનુમાન:
ઊંધા હનુમાનને લઈને એવી માન્યતા રહેલી છે કે, આ મંદિરમાં જો કોઈપણ વ્યક્તિ 3 અથવા તો 5 મંગળવાર સુધી બજરંગબલીના દર્શન કરવા માટે સતત આવતા રહેતા હોય છે તો તેના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. ફક્ત આટલું નહીં તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરમાં મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાની માન્યતા રહેલી છે.

ઊંધા હનુમાનને લઈ આ છે પૌરાણિક માન્યતા:
ઊંધા હનુમાન મંદિરની સ્થાપનાને લઈ એવી માન્યતા રહેલી છે કે, રામાયણમાં જ્યારે ભગવાન શ્રીરામ તથા રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અહિ રાવણ પોતાનું રૂપ બદલીને ભગવાન શ્રીરામની સેનામાં સામેલ થયા હતા. ત્યારબાદ રાતના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે રાવણ પોતાની માયાવી શક્તિથી શ્રીરામ તથા લક્ષ્મણને મૂર્છિત કરીને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ ગયા હતા.

જ્યારે વાનર સેનાએ આ વાત જાણી તો હડકંપ મચી ગયો હતો કે, જ્યારે હનુમાનજીને આ વાતનો ખ્યાલ આવ્યો તો અહિ રાવણને શોધતા તેઓ પાતાળ લોકમાં પહોંચ્યા ત્યારે અહીં બજરંગબલિએ રાવણનો વધ કર્યો હતો તેમજ ભગવાન રામ તથા અનુજ લક્ષ્મણજીને પરત લાવ્યા હ્તા.

એવું માનવામાં આવે છે કે, સાંવરે જ એ સ્થાન હતું કે, જ્યાંથી હનુમાનજીને પાતાળ લોકમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેઓએ અહીં જવા માટે પ્રવેશ કર્યો ત્યારે તેમના પગ આકાશ તરફ હતા તેમજ માથું ધરતી તરફ હતું. જેને લીધે હનુમાનજીની ઊંધા સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.