લ્યો બોલો! અહિયાં ખેડૂતોને મળી રહ્યો છે 63 લાખ રૂપિયા પગાર- વિશ્વાસ ન આવે તો વાંચી લો આ લેખ

260
Published on: 3:29 pm, Wed, 29 September 21

કોરોના મહામારીમાં લાગેલ લોકડાઉનને લીધે લાખો લોકોને પોતની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બેરોજગારીને લીધે ઘણા લોકો હજુ પણ સારી એવી નોકરીની શોધમાં ભટકતા રહેતા હોય છે ત્યારે હાલમાં એક નોકરીની ઓફર ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

જે કોઈપણ વ્યક્તિ માટે આશ્ચર્યજનક ઓફર સાબિત થઈ શકે છે. કોબી તોડવા માટે એટલા પૈસા આપવામાં આવી રહ્યા છે કે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો. યુકેની ખેતી કરતી કંપની કોબી તોડવા માટેનાં પગાર આપી રહી છે ત્યારે જો કોઈ તમને શાકભાજી તોડવા માટે વાર્ષિક 63 લાખ રૂપિયાનું પેકેજ આપે, તો શું તમે તેને જવા દો?

ફક્ત આટલું જ નહીં પરંતુ ઓવરટાઇમના પણ રૂપિયા અલગથી આપવામાં આવશે. યુકેની એક કંપની આવી જ એક ઓફર લઈને આવી છે કે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે. યુકેની ખેતી કરતી ‘ટીએચ ક્લેમેન્ટ્સ એન્ડ સન લિમિટેડ’ કંપની દ્વારા આ નોકરી સંબંધિત ઓનલાઇન જાહેરાત બહાર પાડવામાં આવી છે.

જેમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન ખેતરમાંથી કોબી તોડવાનું કામ કરવાનું છે. જેમાં, પસંદગી પામેલ કર્મચારીને દરરોજ 30 પાઉન્ડ એટલે કે, 3,000 રૂપિયાથી વધુનો દૈનિક પગાર ચુકવવામાં આવશે. જાહેરાત પ્રમાણે કર્મચારીનું વાર્ષિક પેકેજ 62,400 પાઉન્ડ એટલે કે,ભારતીય ચલણ પ્રમાણે 63,20,000 રૂપિયા ચુકવવામાં આવશે.

કંપનીની જાહેરાત પ્રમાણે, આ કામ સખત મહેનત વાળું છે જેને આખું વર્ષ કરવું પડશે. કંપનીએ આની માટે જોબ પ્રોફાઇલ માટે 2 જાહેરાતો બહાર પાડી છે. એકમાં તો કંપનીને કોબી તોડવા માટે ફિલ્ડ ઓપરેટિવ્સની જરૂર રહેલી છે. આ કામ કોબી તોડવા પ્રમાણે રૂપિયા અપાશે.

આ નોકરી કરવામાં વ્યક્તિને પ્રતિ કલાક 3,000 આપવામાં આવશે તેમજ આપને જણાવી દઈએ કે, આ નોકરીમાં કોબીનીં સંખ્યા પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે. તમે જેટલી કોબી તોડશો એટલા વધારે પૈસા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…