સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો- જાણો આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Published on: 11:21 am, Thu, 16 December 21

દેશની મુખ્ય સરકારી ઓઈલ કંપનીઓએ આજે ગુરુવારને 16 ડિસેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયાને કુલ 43 દિવસ વીતી ગયા છે, ત્યારે એક સમય એવો હતો કે રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈને કોઈ વધઘટ જોવા મળતી હતી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં અપ-ડાઉનનો સિલસિલો આજે પણ યથાવત છે અને બુધવારની સરખામણીમાં જોઈએ તો આજે કાચા તેલની કિંમતમાં કાલ કરતા વધારો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી થયો વધારો:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે બુધવારે કાચા તેલની કિંમતમાં મંદી જોવા મળી હતી. પરંતુ આજે ફરી એકવાર કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 70 ડોલરને પાર થયા છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલની સરખામણીમાં આજે WTI ક્રૂડની કિંમત લગભગ $72 અને બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને $75ની આસપાસ પહોંચી ગઈ છે.

અમદાવાદમાં પેટ્રોલના ભાવ 95.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
ભરૂચમાં પેટ્રોલના ભાવ 95.53 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.52 રૂપિયા પ્રતિ લીટર છે.
ભાવનગરમાં પેટ્રોલના ભાવ 96.82 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.81 રૂપિયા પ્રતિ લીટર છે.
બોટાદમાં પેટ્રોલના ભાવ 96.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.50 રૂપિયા પ્રતિ લીટર છે.

નવસારીમાં પેટ્રોલના ભાવ 95.56 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.56 રૂપિયા પ્રતિ લીટર છે.
રાજકોટમાં પેટ્રોલના ભાવ 94.93 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.93 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરતમાં પેટ્રોલના ભાવ 94.97 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.98 રૂપિયા પ્રતિ લીટર છે.
વડોદરામાં પેટ્રોલના ભાવ 94.87 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.85 રૂપિયા પ્રતિ લીટર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…