આજીડેમમાં ડૂબી બે જિંદગીઓ… મિત્રોની નજર સામે બે તરુણના ડૂબી જવાથી મોત, બે પરિવારે ગુમાવ્યા એકના એક દીકરા

Published on: 11:15 am, Sun, 4 June 23

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક એવીજ ઘટના ગુજરાત રાજ્યના રાજકોટ માંથી સામે આવી છે. રાજકોટ શહેરની ભાગોળે આજીડેમે ફરવા અને નહાવા ગયેલા જાગનાથ વિસ્તારના સાત નેપાળી તરૂણવયના મિત્રોમાંથી બે તરૂણનું ડૂબી જવાના કારણે કરુણ મોત નીપજ્યા છે. જયારે આ સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સામે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાનોએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

જાગનાથ વિસ્તારમાં આલાબાઇના ભઠ્ઠા પાસે રહેતો રાહુલ શેરબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.16), કિસાનપરા પાસેની શક્તિ સોસાયટીમાં રહેતો અભિમન્યુ સુરેશભાઇ ટમટા (ઉ.વ.13) સહિત સાત નેપાળી મિત્રો શુક્રવારે સવારે પોતાના ઘરેથી સાઇકલ લઇને આજીડેમે ફરવા ગયા હતા, આજીડેમના બગીચામાં આનંદ કિલ્લોલ કર્યા બાદ સાતેય મિત્રો ભાવનગર રોડ તરફ રવિવારી બજાર ભરાય છે તે વિસ્તારમાં આજીડેમના પાણીમાં નહાવા પડ્યા હતા.

શુક્રવારે સવારે પોતાના ઘરેથી સાઇકલ લઇને કિસાનપરા પાસે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતો અભિમન્યુ સુરેશભાઇ ટમટા (ઉંમર વર્ષ 13), જાગનાથ વિસ્તારમાં આલાબાઇના ભઠ્ઠા પાસે રહેતો રાહુલ શેરબહાદુર વિશ્વકર્મા (ઉંમર વર્ષ 16) સહિત સાત નેપાળી મિત્રો આજીડેમે ફરવા માટે ગયા હતા, મળેલી માહિતી અનુસાર આજીડેમના બગીચામાં આનંદ કિલ્લોલ કર્યા હતો અને ત્યાર બાદ સાતેય મિત્રો ભાવનગર રોડ તરફ રવિવારી બજાર ભરાય છે તે વિસ્તારમાં આજીડેમના પાણીમાં નહાવા માટે પડ્યા હતા.

સાતેય મિત્રો ઉનાળાના ધોમધખતા તાપમાં ડેમના શીતળ પાણીમાં ધુબાકા મારીને મોજ માણી રહ્યા હતા, તે જ સમતે અભિમન્યુ ટમટા અચાનક જ ડૂબવા લાગ્યો હતો, ત્યારે મિત્રને ડૂબતો જોઇ કિનારા નજીક નહાઈ રહેલો રાહુલ મિત્રને બચવા માટે આગળ વધ્યો હતો અને મિત્ર અભિમન્યુને બચાવવા જતાં તે પણ ડેમના ઊંડા પાણીમાં ગરક થઇ ગયો હતો અને તે પણ ડૂબવા લાગ્યો હતો.

પોતાની નજર સામે જ બે મિત્રોને પાણીમાં ગરક થતાં જોઇને અન્ય પાંચ તરુણો ડઘાઇ ગયા હતા અને બચાવો-બચાવોની બૂમો પડવા લાહ્ય હતા, બૂમોનો અવાજ સાંભળતા તરતજ આસપાસના વિસ્તારમાથી લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બબ્બે તરૂણના કરુણ મોતથી નેપાળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…