અમેરિકાથી પોતાના વતન આણંદ પરત ફરેલી બે પ્રેરણારૂપ દીકરીઓએ એવું કાર્ય કર્યું કે, તમે પણ બોલી ઉઠશો વાહ!

Published on: 12:10 pm, Wed, 1 September 21

લોકોને પ્રેરણારૂપ બને એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. અમેરિકામાં રહીને ડેન્ટલનો અભ્યાસ કરતી ગુજરાતમાં આવેલ આણંદની 2 વિદ્યાર્થીનીઆે બે મહિના માટે પોતાના વતનમાં પરત ફરી હતી. તેઓનેે વિદ્યાનગરની નેચર હેલ્પ ફાઉન્ડેશનની કામગીરીથી પ્રેરાઈને પક્ષી પ્રેમ પ્રત્યે જાગૃત થયા હતાં.

જેથી વેકેશન માટે બહાર ફરવા આવેલી બંને વિદ્યાર્થીનીઆેએ બહાર જવાનું પડતું મુકીને ફાઉન્ડેશનમાં જોડાઈ ગઈ હતી. ઉત્તરાયણનાં તહેવાર પછી શહેરમાં અનેકવિધ વૃક્ષો ઉપર દોરીના ગુંચળામાં ફસાયેલા કબૂતર, ઘુવડ સહિતના વિવિધ પક્ષીઆેને 20-20 ફૂટ ઉંચેથી પણ ગુંચાળામાં બહાર કાઢીને સારવાર આપીને પુનઃ ગગન વિહાર કરાવવામાં આવ્યું હતું.

આ બંને વિદ્યાર્થીનીઆે ક્રેન ચલાવવાથી લઈને સારવાર સુધીની કામગીરી જાતે જ કરતી હતી. આણંદ-વિદ્યાનગર તથા આજુબાજુનાં ગામડાઓમાં વૃક્ષો ઉપર ફસાયેલા કુલ 50થી પણ વધારે પક્ષીઓને દોરીના ગુંચળામાંથી મુક્ત કરાવીને નવજીનવ બક્ષવામાં આવ્યું છે. નારી શક્તિની વાતો તો થતી જ રહેતી હોય છે તેમજ હાલમાં ભાગ્યે કોઇ એવુ ક્ષેત્ર હશે કે, જ્યાં મહિલાઓ પોતાનુ યોગદાન ન આપી રહિ હોય.

આવા સમયની વચ્ચે આ બન્ને દિકરીઓ અમેરીકામાં જેવી રીતે વન પ્રાણીઓ પશુ પક્ષીઓનો ખ્યાલ રાખવામાં આવે છે તે પ્રેરણાની સાથે ભારત આવીને સેવા પ્રવુતિમાં લાવી હતી. આની સાથે સાથે ફક્ત સેવા જ નહી પરંતુ સેવાની સાથે જ સેવામાં વપરાતા બધાં જ સાધનોનું જ્ઞાન પણ લીધુ હતું. જેમ કે, મિની ક્રૈઇન કાર પક્ષી ઝાડ પરથી કેવી રીતે ઉતારવુ, સારવાર જેવા વિષય પર જીણવટ ભરી જાણકારી મેળવી લખાણ પણ કર્યું હતુ.

આણંદ-વિદ્યાનગરની સોસાયટીઆેના માર્ગો ઉપર આવેલ કુલ 100 થી પણ વધારે  વૃક્ષ તથા રસ્તા ઉપર પડેલા દોરીના ગુંચળા એકઠાં કરીને તેને બાળીને નાસ કરવામાં આવ્યો હતો. જ્યારે દોરીથી ઘવાયેલા પક્ષીઆેની સારવાર કરીને 2 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખ્યા પછી ફરી આકાશમાં ગગન વિહાર કરવાં છોડી દેવામાં આવતાં હતાં.

પક્ષીઆેને મુક્ત કરવાનો આનંદ અનેરો :
અમેરિકાથી આવેલી ધ્રુવી પટેલ તથા ધ્રુતિ પટેલ ફક્ત 2 મહિનાના વેકેશન માણવાને બદલે પક્ષીઓની સારવાર કરવાનાં માનવ અભિગમની સાથે એનજીઆે સાથે જોડાઈને હતી છેલ્લા માત્ર 4 જ દિવસમાં અનેક પક્ષીઆેને સારવાર કરવામાં આવી છે. શરૂઆતમાં તો પક્ષીઆેને પકડવામાં ભય લાગતો હતો પણ ત્યારપછી પક્ષીઆેને ઈજા ન થાય તે રીતે સારવાર કરવાનો આનંદ તેમણે લુંટ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…