દેશ કાજે વધુ બે સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના કેપ્ટન સહિત બે જવાનો થયા શહીદ

224
Published on: 4:02 pm, Mon, 18 July 22

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ગ્રેનેડ વિસ્ફોટ થયો છે. આ વખતે પુંછ જિલ્લાના મેંધર સેક્ટરમાંથી ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે સમયે આ ઘટના બની તે સમયે સુરક્ષા દળો નિયંત્રણ રેખા પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જમ્મુના પીઆરઓ ડિફેન્સે કહ્યું કે, ગ્રેનેડ વિસ્ફોટને કારણે ઘણા જવાન ઘાયલ થયા છે. જ્યારે સેનાના કેપ્ટન અને એક જેસીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર આકસ્મિક રીતે ગ્રેનેડ વિસ્ફોટ થતાં આર્મી કેપ્ટન આનંદ અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)નું મૃત્યુ થયું હતું. સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જ્યારે સેનાના જવાનો પુંછ જિલ્લાના મેંધર વિસ્તારમાં તૈનાત હતા. તેમણે કહ્યું કે આર્મી કેપ્ટન અને નાયબ-સુબેદાર (JCO)ને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્ભય:
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્ભય બની ગયા છે. આતંકવાદીઓ દરરોજ ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા રવિવારે પણ પુલવામા જિલ્લામાંથી આતંકી હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક અધિકારી શહીદ થયા હતા.

પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, બપોરે લગભગ 2:15 વાગ્યે, આતંકવાદીઓએ પુલવામાના ગંગુ ચૌરાહા વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ આતંકવાદી ઘટનામાં સીઆરપીએફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…