માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓને ભરખી ગયો કાળ, એકસાથે અર્થી ઉઠતા પરિવાર સહીત આખા ગામમાં સર્જાયો માતમ

1734
Published on: 12:46 pm, Thu, 10 March 22

હાલમાં એક ગમગીન ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. યુપીના બુલંદશહેર જિલ્લામાં સોમવારે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બે સાચા ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા. મોતના સમાચાર સાંભળી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતાં જ સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. જેમને થોડા દિવસ પહેલા જ નોકરી મળી હતી. હાલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટના ઔરંગાબાદ વિસ્તારના ઇલના ગામની છે. મળતી માહિતી મુજબ રૂંથા ગામના રહેવાસી ગિયાની (24) અને જીતુ (22) કોઈ કામ માટે બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોતના સમાચાર સાંભળી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

બીજી તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે પીડિત પરિવારને કાર્યવાહી અને આર્થિક મદદની ખાતરી પણ આપી હતી. અકસ્માતની માહિતી મળતા જ બુલંદશહરના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે, ટૂંક સમયમાં ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…