અકસ્માતનાં કિસ્સાઓ અવાર-નવાર બનતાં રહે છે. ગઈકાલે એટલે કે ધુળેટીના દિવસે જ મોરબીના ટંકારા નજીક રોડ અકસ્માત સર્જાયો હતો. બે બાઈક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 2 લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મોરબીના ટંકારાથી ખીજડિયા તરફ જતા ઘુનડા રોડ ઉપર આજે સાંજે બે બાઈક સામસામે અથડાતા 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એક બાઈક ઉપર પરપ્રાંતીય પરિવાર જઈ રહ્યો હતો. જેમાં 2 યુવાન અને એક યુવતી સવાર હતા.
જ્યારે બીજા બાઇકમાં એક સ્થાનિક યુવાન જતો હતો. આ બન્ને બાઈક સામસામે અથડાતા પરપ્રાંતિય પરિવારના બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જ્યારે પરપ્રાંતિય તથા સ્થાનિક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…