પરંપરાગત રીતે પપૈયાની ખેતી કરતા આ પ્રગતીશીલ ખેડૂતભાઈ 1 વીઘામાંથી કરી રહ્યા છે બમ્પર કમાણી

122
Published on: 10:20 am, Sat, 30 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર સફળ ખેડૂતોને લઈ જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સફળ ખેડૂતને લઈ લેખ સામે આવી રહ્યો છે કે, જે ખરેખર વાંચવા લાયક છે. ખેડૂતે ફક્ત 1 વીઘામાં પપૈયાના 300 રોપાનું વાવેતર કર્યું હતું. ફક્ત છ મહિનામાં ફળ આવવા લાગ્યા હતા.

પરંપરાગત પાક લેતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક દુષ્કાળ તો ક્યારેક વધુ ઠંડીના કારણે પાક નાશ પામી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો દેવાના બોજથી દબાઈ રહ્યા છે. પરંપરાગત પાક લેતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  આવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે હવે જાગૃત ખેડૂતો ફળોની ખેતી કરીને વધુ કમાણી કરી રહ્યા છે.

ખેરિયાજાગીર ગામના ખેડૂત વિજેન્દ્રસિંહ ચૌહાણે સોયાબીન, ઘઉં અને ચણાની જગ્યાએ એક વીઘામાં પપૈયાની ખેતી શરૂ કરી છે. માત્ર છ મહિનામાં જ ફળ આવવા લાગ્યા હતા. પપૈયાનું વેચાણ કરીને અંદાજે 2 લાખ રૂપિયાની આવક થવાની ધારણા રહેલી છે.

ચૌહાણે કહ્યું કે, દર વર્ષે અતિવૃષ્ટિને કારણે, ક્યારેક દુષ્કાળ અને અન્ય કારણોસર સોયાબીન, ઘઉં અને ચણાના પાકને અસર થાય છે. અસરગ્રસ્ત પાક માટે યોગ્ય વીમો પણ ઉપલબ્ધ નથી. સતત આના કારણે મનમાં ખેતી પ્રત્યે નિરાશા હતી. આ પછી, તેણે ફળોની ખેતી પર વિચાર કર્યો અને આ વર્ષે એપ્રિલમાં બરવાની જિલ્લામાંથી પપૈયાના 300 છોડ ખરીદીને એનું વાવેતર કર્યું.

હવે એમાં ફળ આવિ રહ્યા છે. તેમનાથી થતા ફાયદા જોઈને મેં એક વીઘામાં વધુ પપૈયાનું વાવેતર કરવાનું વિચાર્યું છે. ખેડૂત ચૌહાણે જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતીની સાથે ફળોની ખેતી પણ કરવી જોઈએ. જો કોઈ કારણસર પરંપરાગત ખેતીમાં નુકશાન થાય તો ફળ ખેડૂતને મદદ કરી શકે છે. ફળોની ખેતીમાં જંતુનાશકો અને અન્ય દવાઓના છંટકાવની જરૂર નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…