સુંદણ નજીક આઈશર પાછળ કાર ઘુસી જતાં સર્જાયો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 2નાં મોત અને ચાર ગંભીર

1103
Published on: 12:34 pm, Wed, 16 February 22

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માત(Accident) સર્જાય રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, વાસદ બગોદરા માર્ગ(Vasad Bagodra Marg) પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત દરમિયાન બેનાં મોત અને ચાર ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પુરઝડપે જતા વાહનોને કારણે અકસ્માતો સર્જાતા રહે છે. મળતી માહિતી અનુસાર અકસ્માત મંગળવાર(Tuesday)ના રોજ વહેલી સવારે સુંદણમાં એક હોટેલ નજીક ઉભી રહેલી આઇસરમાં પુરઝડપે જતી એક કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર કારચાલકને ઝોકું આવી જવાના કારણે આ ઘટના સર્જાય હતી. આ અકસ્માતના કારણે બે લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા.  આઇસરમાં કારના ઘૂસી જવાના કારણે ડ્રાઇવર સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં સુરતના ધર્મનારાયણ રામપ્રસાદ ભટ્ટ 70 વર્ષીય, પત્ની નિર્મલાદેવી ધર્મનારાયણ ભટ્ટ 68 વર્ષીય તેમજ જમાઈ, તેમની દીકરી અને પૌત્ર સાથે સોમનાથ દ્વારકા જઈને દર્શન કરીને વાસદ બગોદરા માર્ગ પર થઈને સુરત ઘરે પાછા આવી રહ્યાં હતાં.

તે દરમિયાન મંગળવારના રોજ રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ સુંદન પાટિયા નજીક આવેલ આઈ માતા હોટેલની બાજુમાં પાર્ક કરેલ આઈસરમાં કાર ચાલકને ઝોકું આવવાના કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો. જયારે મળતી માહિતી અનુસાર ધર્મનારાયણ રામપ્રસાદ ભટ્ટ અને તેમના પત્નિ નિર્મલાદેવી ધર્મનારાયણ ભટ્ટનું ગંભીર અકસ્માતના કારણે ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

જયારે વધુમાં જાણવા મળ્યું છે કે, તેમના જમાઈ અનંત જય ગોપાલ મહેશ્વરી અને તેમની દીકરી સુંનદા અનંત મહેશ્વરીને અકસ્માતના કારણે ગંભીર ઈજા થતા 108માં બોરસદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રાઇવર તેમજ પૌત્રને પણ સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે આંકલાવ પોલીસ મથકે આઇસરના ડ્રાઈવરની ફરિયાદ અનુસાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

હાઈવે પર એક જ અઠવાડિયામાં 7 લોકોનાં મોતની ઘટના:
મળતી માહિતી અનુસાર વાસદ બગોદરા હાઈવે હજારો વાહનો અવર જવર કરી રહ્યા છે. તે દરમિયાન કોઈના કોઈ કારણસર હાઈવે પર અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. જયારે કહેવાય રહ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાસદ બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતોમાં કુલ મળીને સાતથી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…