ઝડપની મજા મોતની સજા: હાઈસ્પીડ કાર બેકાબુ થતા પલટી ખાઈ ગઈ, બે યુવતીઓના મોત અને 5 લોકો…

498
Published on: 10:48 am, Sun, 1 May 22

દેશની રાજધાની દિલ્હીના શકરપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ઝડપભેર આવી રહેલી કાર બેકાબુ થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં યુવતીઓનાં મોત થયાં હતાં. આ અકસ્માત શકરપુર વિસ્તારમાં વિકાસ માર્ગ પર મોડી રાત્રે થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, વેગનાર કારમાં કુલ સાત લોકો સવાર હતા. આ અકસ્માતમાં બે યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન બંને યુવતીઓના મોત નીપજ્યા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો છે.

ઇજાગ્રસ્તોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, કાર અકસ્માત કેવી રીતે થયો. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ લોકો વેગનાર કારમાં દિલ્હીના પીરાગઢી વિસ્તારમાંથી એક કાર્યક્રમમાં હાજરી આપીને કરકરડુમા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત વિકાસ માર્ગ નજીક થયો હતો.

જાણવા મળ્યું છે કે, કારની સ્પીડ ખુબ વધુ હતી. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ વેગનાર કારને ભારે નુકસાન થયું હતું. કાર કાબુ બહાર જઈને રોડ પર પલટી ગઈ હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…