અહિયાંથી લંડન જઈને વડાપાઉં વેચી રહ્યા છે આ બંને યુવાનો, પહેલા જ વર્ષે કરી નાખી રેકોર્ડબ્રેક કરોડોની કમાણી

198
Published on: 9:44 pm, Mon, 11 October 21

મુંબઈના વડાપાઉં ખૂબ જ પ્રખ્યાત છે. મોટાભાગના લોકો નજીવી કિંમત એટલે કે 10 રૂપિયાના ભાવે મળતું વડાપાઉં ખાઈને સંપૂર્ણ દિવસ આરામથી પસાર કરે છે. હાલમાં એક એવા બે મિત્રોની વાત કરવા માટે જઈ રહ્યાં છીએ  કે, જે બંને મિત્રો મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ પોતાની પાસે રહેલ પૈસાનો વડાપાઉં પર જ ખર્ચ કરતા હતા પણ જ્યારે તેઓ મુંબઈથી અભ્યાસ કર્યા પછી વધુ અભ્યાસ અર્થે લંડન ગયા હતાં.

તેમને ત્યાં મુંબઈનું વડાપાઉં તથા ઉકાળેલી ચા મળતી ન હતી પણ જોગાનુજોગ વર્ષ 2009માં આવેલ મંદીને લીધે લંડનમાં એક મિત્રની નોકરી જતી રહી હતી. તેમને મુંબઈમાં ખાધેલા વડાપાઉંનો બિઝનેસ લંડનમાં કરવાનો વિચાર કર્યો. ત્યારબાદ બંને મિત્રોએ પોતાના વિચારનો અમલ કર્યો હતો. હાલમાં બંને મિત્રો UKમાં 5 રેસ્ટોરન્ટના માલિક છે. માત્ર 1 વર્ષનું ટર્નઓવર કુલ 1.5 મિલિયન પાઉન્ડ એટલે કે, અંદાજે 14 કરોડ રૂપિયા રહેલું છે.

મુંબઈમાં વર્ષ 1999માં સુજય સોહાની તથા સુબોધ જોશી નામના બંને મિત્રો રીઝવી કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતા. બંને મિત્રોએ અભ્યાસમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ પસંદ કર્યો હતો. મુંબઈમાં અભ્યાસ કર્યા પછી બંને મિત્રોએ UKની યુનિવર્સિટીમાં એડમિશન લઈને તેઓ એન્ટ્રસ એક્ઝામ આપવા લાગ્યા હતા. જેમાં તેમણે UKની એક યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. આ યુનિવર્સિટીનો કોર્સ 18 મહિનાનો હતો. તેમાંથી તેઓ 9 મહિના ઇન્ટર્નશીપના હતા.

UKમાં સુજય તથા સુબોધ એમ બંને મિત્રોને વર્ષ 2003માં ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવી ત્યારે તેઓ એક કંપનીમાં કામ કરવા લાગ્યા હતા. જે કંપનીમાં બંને મિત્રો કામ કરતા તે કંપનીમાં બન્ને મિત્રોનું કામ ખુબ સારું લાગતા કંપનીએ બન્ને મિત્રોને જોબ ઓફર કરી હતી. જેને લીધે તેમના વિઝાની અવધી પણ વધી ગઈ હતી. કંપનીમાં કામ કરતા કરતા બંને મિત્રોને ખૂબ જ ગ્રોથ મળ્યો હતો. એક મિત્ર સુપરવાઇઝર તથા એક મિત્ર આસિસ્ટન્ટ મેનેજર સુધીની પોઝિશન સુધી પહોંચી ગયો હતો. અચાનક જ વર્ષ 2009માં આવેલી મંદીને લીધે સુજયે પોતાની નોકરી ગુમાવી દીધી હતી.

નોકરી ગુમાવ્યા પછી સુજયને વડાપાઉં અને ચા પીવાનું મન થયું તો બંને મિત્રોએ મુંબઈનાં વડાપાઉં તથા ચાની ચૂસકીને મિસ કરી લંડનમાં વડાપાઉનાં બિઝનેસની શરૂઆત કરવાનો વિચાર કર્યો. લંડનમાં ધંધો કરવા માટે બંને મિત્રો પાસે બચત તથા પૈસા ન હતા. કારણ કે, લંડનમાં દુકાન ભાડે રાખવી હોય તો દુકાનની 6 મહિનાની ડિપોઝિટ આપીને એગ્રિમેન્ટ કરવાનું હોય છે.

આટલો બધો ખર્ચ આ બંને મિત્રોને પોસાઈ એમ ન હતો. જેને લીધે બંને મિત્રોએ વડાપાઉંનો ધંધો કરવા માટે દુકાનની તપાસ શરૂ કરી તો તેમને પોલેંડની એક વ્યક્તિનું કાફે મળ્યુ હતું. આ કાફેમાં બંને મિત્રોએ વડાપાઉંનો ધંધો કરવા માટે નાની એવી જગ્યા માંગી હતી અને તે વ્યક્તિ એ બંને મિત્રોને થોડી જગ્યા તથા કાફેના એક-બે ટેબલ તેમજ ખુરશીનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.

વર્ષ 2017માં બંને મિત્રોએ લંડનમાં વડાપાઉંની પાંચમી દુકાન ખોલી હતી. હાલમાં લોકડાઉન બાદ પણ ઓગસ્ટ માસમાં તેમની એક નવી બ્રાન્ચ શરૂ કરવાની છે. મહત્ત્વની વાત તો એ છે કે, કોરોના મહામારી વચ્ચે આ બંને મિત્રોએ અનેક લોકોને જોબ ઓફર કરી હોવાને લીધે અનેક સંસ્થાઓ બંનેનું સન્માન કરી ચૂકી છે તેમજ બંને મિત્રોએ હજુ સુધીમાં ક્યારેય પણ ક્વોલીટી તથા ટેસ્ટની સાથે સમજૂતી કરી નથી.

બંને મિત્રો હાલમાં લંડનમાં કુલ 40 લોકોને નોકરી આપે છે. આની સાથે જ પોતાની બ્રાન્ચને ઇન્ટરનેશનલ બનાવવાનું કામ પણ કરી રહ્યા છે. બંને મિત્રોનું સપનું છે કે, જે દેશમાં ભારતીયોને પોતાની પસંદગીનું ખાવા નથી મળતું તે દેશમાં તેઓની પોતાની બ્રાન્ડ હોય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…