સુવાલી દરિયો ફરી વાર કાળ મુખો સાબિત થયો: 5 લોકો ડૂબતા મચી ચકચાર, બે ના મોત અને 3 હજુ લાપતા 

271
Published on: 12:15 pm, Mon, 30 May 22

હાલમાં સુરતમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. રવિવારના રોજ શહેરના સુંવાલી દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આનંદ માણવા દરિયા કિનારે પહોંચ્યા હતા. આ દરમિયાન, ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો સુવાલી દરિયાકિનારે ન્હાતી વખતે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બાદમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ.

રવિવારે ભટાર વિસ્તારના આઝાદનગરમાંથી યુવકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન, 5 યુવકો અચાનક ડૂબી ગયા હતા. જેમાં 2 યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 1 યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. જ્યારે બાકીના 2 ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઈચ્છાપુરમાં ડૂબી ગયેલા એક યુવકની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ રીતે કુલ 4 લોકોની શોધખોળ કરવામાં આવી છે.

5 યુવાનો ની વિગત
1 સાગર પ્રકાશ સાલવે (ઉ.વ.23) મોત નીપજ્યું છે. અકબર યુસુફ શેખ (ઉ.વ.22) મોત નીપજ્યું છે. વિકાસ દિલીપ સાલવે (ઉ.વ.22) જીવિત બહાર કાઢવામાં આવ્યો છે. પરંતુ હાલમાં હોસ્પીટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. સચિન રામકુમાર જાતવ (ઉ.વ.22) હજુ લાપતા છે. શ્યામ સંજય સાઉદકર (ઉ.વ.22) હજુ લાપતા છે

મળતી માહિતી મુજબ, ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ 23 વર્ષનો છે તે ડૂબી જતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે. સાગર મૂળ મહારાષ્ટ્રના શિવપુરનો વતની છે, બે દિવસ પેહલા જ સુરત આવ્યો હતો. નાના ભાઈની સગાઈ હોવાથી તે સુરત આવ્યો હતો, અને ભટાર વિસ્તારમાં રોકાયો હતો.

દરિયામાં ડૂબી ગયેલા આઝાદનગરના રહેવાસી શ્યામ સંજય સૌદકર અને અકબર યુસુફ શેખ બંનેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. આઝાદ નગરમાં ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી એક વિક્રમ દિલીપ સાલ્વેને બચાવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…