બોટાદમાં છકડો છલાવીને ગુજરાન ચલાવતા પિતાની મહેનત રંગ લાવી- બન્ને દીકરીઓએ કર્યું એવું કે, પંથકમાં થઈ રહી છે વાહ! વાહ!

109
Published on: 4:47 pm, Thu, 21 October 21

હાલમાં દેશની મહિલાઓ ભલેને કોઈપણ ક્ષેત્રમાં હોય પણ સતત આગળને આગળ વધતી જઈ રહી છે ત્યારે હાલમાં આવી જ ગુજરાતની બે નારીશક્તિને લઈ ગૌરવના સમાચાર સામે આવ્યા છે. બોટાદના રહેવાસી પરબતભાઈ દિન- રાત છકડો ચલાવીને મહેનત કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે.

હાલમાં એમના ઘરમાં આનંદનો માહોલ છવાયેલો છે. આ આનંદનો માહોલ એટલા માટે છે કારણ કે, તેમની બંને દિકરીઓએ તેમનું નામ રોશન કર્યું છે. પરિવારની બંને દિકરીઓએ દિવસ-રાત મહેનત કરીને દેશની સેવા કરવાની તક મેળવી છે.

પિતાએ બંને પુત્રીઓને પ્રોત્સાહિત કરી:
આ પરબતભાઈની બંને દિકરીઓ નાની હતી ત્યારથી જ તેઓ રમત-ગમતમાં ખુબ હોશિયાર હતી. બંને બહેનોને બાળપણથી જ ઈચ્છા હતી કે, તેઓ દેશ માટે કઈક કરે. માતાની છત્રછાયા ગુમાવી હોવા છતા બંને દીકરીઓમાં ગજબનો આત્મવિશ્વાસ રહેલો હતો. એના પિતાએ દીકરીઓને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

રીક્ષા ચલાવીને પુત્રીઓનું ભરણપોષણ કર્યું:
રીક્ષા ચલાવીને પિતા બંન્ને દીકરીઓનું ભરણપોષણ કરી રહ્યા હતા. દીકરીઓને ઈચ્છા હતી કે, આર્મીમાં જોડાવાની જેથી તેઓ દિવસ રાત મહેનત કરીને દીકરીઓને પ્રેરણા આપતા હતા. પિતાની મહેનતને બંને દીકરીઓએ રંગ લાવી અને તેમને જે કરવું હતું તે તેમણે સાબિત કરીને બતાવ્યું છે.

ગામ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું:
બંન્ને બહેનોની મહેનત આજે રંગ લાવી છે તેમજ તેઓ આર્મીમાં પસંદગી પામી હોવાથી સમગ્ર પરિવારમાં હાલમાં આનંદનો માહોલ છવાયેલો છે. આની સાથે જ સમાજે પણ તેમને અભિનંદન પાઠવીને ખુશી વ્ય્કત કરી છે. બંને બહેનોનું સિલેકશન થતા તેમણે ગોરકડા ગામનું તેમજ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…