એવી તો શું આફત આવી પડી કે, મકવાણા પરિવારની બે દીકરીઓ સહીત પિતાને પણ પીવું પડ્યું ઝેરી પ્રવાહી

175
Published on: 10:04 am, Mon, 20 September 21

લાલપુર(ગુજરાત): આજકાલ આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આત્મહત્યા(Suicide) જેવું જીવલેણ પગલું ભરતા હોય છે. ત્યારે લાલપુર(lalpur)ના પીપળી(Pipli) ગામમાં રહેતા મકવાણા(Makwana) પરિવારની બે પુત્રી તથા પિતાએ ગઈકાલે સાંજે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા ત્રણેયને સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યા હતાંં.

જાણવા મળ્યું છે કે, આ ત્રણેય વ્યક્તિએ પાડોશીના કહેવાતા ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું છે. લાલ૫ુર તાલુકાના પીપળી ગામ સામે આવેલા સસોઈ ડેમ પાસે રહેતા નાનજીભાઈ મૂળજીભાઈ મકવાણા નામના પ્રૌઢ તથા તેમની બાવીસ વર્ષની પુત્રી અંજના અને ઓગણીસ વર્ષની પુત્રી ભારતીએ ગઈકાલે સાંજે એકસાથે કોઈ ઝેરી દવા પી લેતાં ત્રણેય પુત્રી-પિતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ ત્રણેય વ્યક્તિઓની તબીબોએ સઘન સારવાર શરુ કર્યા પછી હાલમાં ત્રણેયની તબીયત હાલ સ્થિર છે. આ વ્યક્તિઓએ તેમના પાડોશીઓના ત્રાસથી કંટાળીને કોઈ પ્રવાહી પી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. લાલપુર તાલુકાના પીપળી ગામેં મોડીસાંજે પિતા અને બે પુત્રીએ ઝેરી દવા પીને જી.જી. હોસ્પિટલમાં લઇ આવવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા પણ મામલાની ગંભીરતાને ધ્યાને તાત્કાલિક લાલપુરથી જામનગર હોસ્પિટલ દોડી આવી હતી અને ત્રણેયના નિવેદનો લઇ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ ત્રણેયની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…