સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. સુરતમા આવેલ ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રક્ષાબંધનના શુભ દિવસે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ડોક્ટર દીકરીએ માતા-પુત્રીને ઝેરના ઈન્જેક્શન આપીને પોતે ઉંઘની ગોળીઓ પી લીધી હતી.
જેમાં માતા તથા એક ટીચર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે જ્યારે ડોક્ટર પુત્રીની હાલત હાલમાં ખુબ ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ડોક્ટર દીકરીએ જ માતા- બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપીને પોતે પણ ઈન્જેક્શન માર્યું હતું. જ્યારે દીકરી દર્શના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
જીવનથી કંટાળીને આત્યંતિક પગલું ભર્યું:
ACP ડી.જી. ચાવડા જણાવે છે કે, ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા-બહેન તેમની પર લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા પણ છેલ્લા 3 દિવસથી ભાઈ-ભાભી બહાર હતા કે, જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું. ડોક્ટર દીકરી દર્શનાએ માતા-બહેનને ઝેરી દવા સાથેનું ઈન્જેક્શન આપીને પોતે પણ ઉંઘની ગોળીઓ પી લીધી હતી.
59 વર્ષીય માતાનું મોત:
રક્ષાબંધનના દિવસે જ આવા પ્રકારની ઘટનાને લઇ કેટલાક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર તથા 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત થયું છે. ફાલ્ગુની વ્યવસાયે ટીચર હોવાનું જાણવા મળી રહ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલમાં ખુબ નાજૂક છે.
પોલીસે પરિવારજનોના નિવેદન લીધા:
ઘટનાની જાણ થતા સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે પોલીસે લોકોના નિવેદન લઈને પરિવારના અન્ય લોકોનો પણ સંપર્ક સાધવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ડો. દર્શનાએ ડાઈંગ ડેક્લેરેશનમાં કહ્યું…
ડો. દર્શનાએ બહેન- માતાને ઇંજેક્શન આપીને હત્યા કરીને પોતે પણ ગોળીઓ ખાઈને આપઘાતની કોશિશ કરી હતી. તેણીએ સુસાઈડ નોટ પણ લખી હતી. હાલમાં કિરણ હોસ્પિટલમાં પણ ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતું તે તેનાજ શબ્દોમાં…
હું મારી માતા તથા બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વિના રહી શકતા નથી. મારે અંગત કારણોસર આપઘાત કર્યો હતો પણ મે વિચાર્યું કે, મારા વિના મારી માતા-બહેનનું શું થશે. તેઓ મારા વિના કેવી રીતે જીવશે જેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું.
બહેનની તબિયત થોડી સારી ન હતી તથા માતાને શરીર દુખતું હોવાને લીધે રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા પછી મે ઉંઘની 27 ગોળી ખાઈને તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?