મતદાન બન્યું મોતનું કારણ- મત આપી પરત ફરતા બે વ્યક્તિને નડ્યો ગંભીર અકસ્માત, બંનેના મોત

532
Published on: 1:22 pm, Wed, 22 December 21

ગુજરાત રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આ પ્રકારની ઘટનાનો કે અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.

હિંમતનગરના તલોદના બદામકંપા પાસે મંગળવારના રોજ સવારે 10 વાગ્યાના અરસે કારચાલકે બાઈક નંબર GJ 09 DC 6843ને જોરદાર ધડામ કરતી ટક્કર મારતાં બાઇકસવાર અને ચાલક બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે, વાવ ગામના બાઈકચાલક મહેન્દ્રસિંહ રંગસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા (ઉ.વ.40) વાવ ગામથી તલોદમાં ચૂંટણીના પરિણામ માટે આવી રહ્યા હતા. આ દરમિયાન બદામકંપાની આસપાસ કારચાલકે જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. આ બન્ને વ્યક્તિઓને એમ્બ્યુલન્સ મારફતે તલોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ અંગે પોપટસિંહ રંગુસિંહ રાઠોડે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા ચૂંટણી દરમિયાન વાવ પંચાયતમાં સરપંચ માટે ઉમેદવારી કરેલા પોતાના કૌટુંબીક કાકાના દીકરા કિરણસિંહ દલપતસિંહ સરપંચને મતદાન કરવા માટે આવ્યા હતા. બંનેના કરુણ મોત થતા વાવમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…