ગમખ્વાર અકસ્માત: પાલનપુર જીઆઇડીસીમાં ટ્રકની ટક્કર લગતા બે યુવકોના કમકમાટીભર્યા મોત – ઓમ શાંતિ

159
Published on: 10:08 am, Thu, 9 June 22

પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં આવેલ જીઆઇડીસીમાં બુધવારે સાંજે ટ્રક ચાલકે ટક્કર મારતા રાજસ્થાનના બે યુવાનોના મોત થયા હતા. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના લસાડિયા તાલુકાના રમીના ગામનો ગોવિંદરામ ગોટીયા મીણા પાલનપુર તાલુકાના ચંડીસર ગામે જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતો હતો. જ્યાં સોમવારે સાંજે ધુળારામ નગા મીણા બાઇક નંબર આર.જે. 27 BN 6859 લઈને આવ્યા હતા.

આ દરમિયાન બુધવારે બપોરના બે વાગ્યાના સુમારે બંને બાઇક પર ગણેશ કાંટા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર જી.જે. 18. એયુ. 7120ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા અને મૃત્યુ પામ્યા હતા. બંનેના મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.

કારખાનામાં કામ કરતા મૃતકના ભાઈ ખેમરાજ ગોટીયા મીણાએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના લસાડિયા તાલુકાના રમીના ગામના ગોવિંદરામ ગોટીયા મીણા અને તેનો ભાઈ ખેમરાજ જીઆઈડીસીની પ્લાસ્ટિક ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા.

સોમવારે સાંજે ઊંઝામાં રહેતો ધુલારામ નાગા મીણા બાઇક લઇને આવ્યો હતો. કારખાનામાં સૂઈ ગયા બાદ મંગળવારે બપોરે જીઆઈડીસી પરિસરમાં એક ટ્રક ચાલકે ત્રણેયને ટક્કર મારતાં ગોવિંદ રામ અને ધુલારામનું મોત થયું હતું. નજીકની ફેક્ટરીમાં કામ કરવા જઈ રહેલા ગોવિંદ રામને અકસ્માતની જાણકારી મળતા જ તેના બોસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઝડપભેર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઊંઝાના રહેવાસી ધુલા રામ પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. જ્યારે ગોવિંદરામને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…