આવો જાણીએ ઘરે-ઘરે પ્રખ્યાત થયેલ સૌથી લોકપ્રિય શો ‘રાધાકૃષ્ણ’ ની કેટલીક અજાણી વાતો વિશે

267
Published on: 3:11 pm, Tue, 28 September 21

હાલમાં ઘરે-ઘરે પ્રખ્યાત થયેલ ટીવી સીરીયલ ‘રાધાકૃષ્ણ’એ પોતાની સ્ટોરી લાઇનથી સેકંડો દર્શકોના દિલ જીતી લીધા છે ત્યારે આ શોમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા રાધા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે, રાધા-કૃષ્ણ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા જયારે તેઓ એકસાથે રહી ન શક્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણએ બીજા સાથે લગ્ન કરી લીધા હતા પણ આજે પણ રાધા-કૃષ્ણ બંનેના નામ સાથે જ લેવામાં આવે છે. સ્વસ્તિક પ્રોડક્શનની સીરીયલ રાધાકૃષ્ણ 1 ઓક્ટોબર, વર્ષ 2018ના રોજ સ્ટાર ભારત પર શરૂ થઇ હતી. આ શોને સિદ્ધાર્થ કુમાર તિવારી, રાહુલ કુમાર તિવારી તથા ગાયત્રી ગીલ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે.

આ શો રાહુલ કુમાર ત્રિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યો છે. સિરિયલમાં રાધાનો રોલ મલ્લિકા સિંઘ તથા કૃષ્ણનો રોલ સુમેધ મુડગલકરે નિભાવ્યો છે. 27 સપ્ટેમ્બર, વર્ષ 2021થી ’હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’ શો ઓન એર થશે. સીરિયલની શરૂઆત શ્રીકૃષ્ણના ભક્ત શ્રીધામા દ્વારા રાધાને શ્રાપ આપવાની સાથે થાય છે.

ત્યારપછી કૃષ્ણ પૃથ્વી પર જન્મ લે છે તેમજ રાધા-કૃષ્ણ ફરી બરસાના તથા મથુરામાં સાથે જન્મે છે. આ શોને થોડા જ સમયમાં દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આવો તો જાણીએ આ શો અંગેનાં કેટલા રસપ્રદ તથ્યો વિશે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે.

રાધાક્રિષ્ન એપિસોડ્સઃ
આ સિરિયલના કુલ 773 એપિસોડ્સ રહેલા છે પરંતુ તમામ 4 સિઝનમાં વિભાજીત કરવામાં આવી છે. સિઝન-1માં 460, સિઝન-2માં 35, સિઝન-3માં 37 અને સિઝન-4માં 241 એપિસોડ્સ રાખવામાં આવ્યા છે.

બંધ થવા જઇ રહ્યો છે આ શો:
એવી અફવા ફેલાઈ રહી છે કે, આ શો બંધ થવા જઇ રહ્યો છે. જો કે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશ્યલી નિવેદન અપાયું નથી. જો કે, સપ્ટેમ્બરથી ‘હાથી ઘોડા પાલકીઃ જય કન્હૈયા લાલ કી’ શો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે આ શો બંધ થશે એવી શક્યતા રહેલી છે.

શા માટે કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા:
કથાઓ પ્રમાણે શ્રીધામાના શ્રાપને લીધે રાધા-કૃષ્ણ અલગ થઇ ગયા હતા. જયારે તેઓ શ્રીકૃષ્ણના મિત્ર તથા પરમ ભક્ત હતો કે, જેઓ ભક્તિને પ્રેમથી ઉચ્ચ માનતા હતા. એક દિવસ જયારે તેઓ રાધાથી ખુબ ક્રોધિત થયા તેમજ શ્રાપ આપ્યો હતો કે, તે પોતાની યાદશક્તિ ખોઈ બેસશે.

ભગવાન કૃષ્ણ અંગે બધુ જ ભૂલી જશે તેમજ તેણે રાધાજીને 100 વર્ષ માટે પાતાળ લોકમાં મોકલી દીધા હતા. સંજોગથી આ ત્યારે જ બન્યું જ્યારે ભગવાન બ્રહ્માએ કૃષ્ણને ભગવાન વિષ્ણુના નવમાં અવતાર તરીકે પૃથ્વી પર જન્મ લેવા માટે જણાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…