
અમે તમને આજે જણાવીશું થોડા પૈસા રોકાણ માં વધારે નફો કઈ રીતે મેળવી શકાય. તમે ડેરી ફાર્મ નો ઉદ્યોગ કરી શકો છો. તેમાં તમે 10000 રૂપિયા રોકીને મોટી રકમ પણ કમાઇ શકો છો. ડેરી ફાર્મિંગ ના વ્યાપારમાં ઘણા બધા રસ્તાઓ સહાય પૂરી પાડે છે.
ડેરી ફાર્મિંગ નો વ્યાપાર એક એવો વ્યાપાર છે કે જ્યાં તમે ઓછા પૈસામાં વધારે કમાણી કરી શકો છો. અને આ વ્યાપાર વર્ષો સુધી કમાણી ચાલુ રહે છે. સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ પશુપાલન માટે લોન અને સબસીડી આપે છે. જો કોઈ કુદરતી ઘટનાને લીધે આ વ્યાપાર માં અડચણ આવી હોય તો સરકાર કુદરતી ઘટનાને કારણે થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપે છે.
તમારે ફાર્મિંગ નો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો.
શરૂઆતમાં આ વ્યાપારમાં વેપારીએ ઓછી ગાયો અને ભેંસો ખરીદવી. જો ધંધાર્થી ગીર ગાયો ખરીદે તો આ વ્યાપારમાં જલ્દીથી વધારો થાય છે. ત્યારબાદ તેની ડેરીના દૂધની માંગને આધારે તેને ગાયો અને ભેંસો ની સંખ્યા ને વધારવી જોઈએ આ ગાયો અને ભેંસો ની ખાનપાન ની ઉત્તમ વ્યવસ્થા કરવી જેનાથી તે સારું દૂધ આપી શકે.
બે થી ત્રણ પશુ સાથે પણ તમે શરૂ કરી શકો છો.
એવું નથી કે ઘણી બધી ગાયો અને ભેંસો થી જ ડેરી ફાર્મિંગ નો ધંધો થાય તમે તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ બે અથવા ત્રણ ગાયો ખરીદીને પણ આ ધંધો શરૂ કરી શકો છો.જો તમે બે અથવા ત્રણ ગાયો થી ધંધો શરૂ કર્યો હશે તો તમને મહિના માં ઓછામાં ઓછા ૩૫ થી ૪૫ હજાર રૂપિયા સબસીડી મળે છે.
સરકાર ડેરી ફાર્મ ના ઉદ્યોગ માટે ચોથા ભાગની સબસીડી આપે છે.
ડેરી ઉદ્યોગ સહાય આપવા માટે સરકારે ઘણા બધા વર્ષો પહેલા જ ડેરી ઉત્તમ વિકાસ યોજના શરૂ કરી દીધી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો અને પશુપાલકોને આવક વધારો થાય. આ યોજના બેન્કમાંથી લોન પણ મળી રહે છે અને ખાસ વાત તો એ છે કે વ્યાજ પર સબસિડી પણ મળે છે. જો તમે 100 પશુ થી ડેરી નો ધંધો કરવા માંગો છો તો તમને તેના માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડશે.આ 1 કરોડ માંથી સરકાર તરફથી તમને 25 લાખ રૂપિયાની સબસીડી મળશે.